ચોટીલાના કાબરણ ગામે 20 લાખના ખર્ચે બનાવેલ બલ્ક મિલ્ક કુલરનું લોકાર્પણ

  • ચોટીલાના કાબરણ ગામે 20 લાખના ખર્ચે બનાવેલ બલ્ક મિલ્ક કુલરનું લોકાર્પણ


મંત્રી વાસણભાઈ આહિર, સુરેન્દ્રનગર ડેરી અને સુરસાગર ડેરીના ચેરમેન સહિતનાની ઉપસ્થિતિ
રાજકોટ, તા. 10
લાંબા સમય સુધી દુધનો સંગ્રહ થઈ શકે તે માટે રાજય સરકાર દ્વારા ગામડામાં કુલર આપવાની યોજના બનાવવામાં આવી છે તે અંતર્ગત ચોટીલાના કાબરણ ગામમાં બલ્ક મિલ્ક કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
દુધના ખરીદ-વેચાણના ભાવમાં વધારો સમયાંતરે થતો રહે છે અને ગામડામાંથી દુધ શહેરની ડેરીઓમાં પહોંચાડવામાં આવે છે ઘણીવાર દુધ બગડી જવાની ફરિયાદ ઉઠતી હોય છે જે અંતર્ગત રાજય સરકારના પશુપાલન ખાતા દ્વારા સ્વચ્છ અને શુદ્ધ દુધ ઉત્પાદન યોજના અંતર્ગત ગામડામાં ચાલતી મંડળીઓને 20 લાખનું કુલર આપવામાં આવે છે.
જેનાથી બે થી ત્રણ દિવસ સુધી દુધનો સંગ્રહ કરી શકાય છે અને શહેરમાં ડેરીએ દુધ સહિ સલામત પહોંચી શકાય.
આ યોજના અંતર્ગત ચોટીલા તાલુકાના કેટલાક ગામડાની મંડળીમાં આ સુવિધાનો અમલ કરવામાં આવ્યો છે જે અંતર્ગત તાલુકાના કાબરણ ગામે ગઈકાલે સામાજીક શૈક્ષણીક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે બલ્ક મિલ્ક કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ, કાબરણ દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ઓઘડભાઈ ભરવાડ, સુરેન્દ્રનગર, ડેરીના ચેરમેન બાબાભાઈ સભાળ, ઉન વિકાસ નિગમના અમરસિંહ્ભાઈ દેસાઈ, ડિડિઓ, ચોટીલા મામલતદાર, રાજકોટ યુવા ભાજપ પ્રમુખ ખિમજી જોગરાણા, ચોટીલા યુવા ભાજપ પ્રમુખ તેજાભાઈ ભરવાડ અને ગામના અગ્રણી દેવદાનભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.