માણાવદર નજીક ઉદાસીન આશ્રમમાં કાલે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો

  • માણાવદર નજીક ઉદાસીન આશ્રમમાં કાલે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો

પ્રતિમાનું પુન: સ્થાપન, ધૂન ભજન કરવામાં આવશે
જૂનાગઢ, તા. 11
માણાવદરના સરાડીયા સ્ટેટ હાઈવે ઉપર આવેલ પૌરાણીક ચૈતન્ય હનુમાનજી મંદિર ઉદાસીન આશ્રમ ખાતે આવતી કાલે તા.12-8 ને રવિવારના રોજ વિવિધ ત્રિદર્શનીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન જગ્યાના મહંત કિશનદાસજીગીરી સરનદાસજી દ્વારા કરવામાં આવ્યું છે.
આ અંગે ઉદાનીસ આશ્રમના મહંત કિશનદાસજીના જણાવ્યા અનુસાર સરાડીયા ગ્રામજનોના સહયોગ અને ભકતજનો દ્વારા રવીવારે ત્રિદર્શનીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બપોરના સમયે નાના ભુલકાઓને બટુક ભોજન, બાદમાં વૈદીક, શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ખંડીત કાચબાજી અને નંદીજીની પ્રતિમાનું પુન: સ્થાપન કરવામાં આવશે અને રાત્રીના સમયે મહાપ્રસાદ બાદ 15 ગામડાઓ અને શહેરના ધુન મંડળો દ્વારા ધુનનું આયોજન કરવામાં આવેલ છે. આ જેનો લાભ લેવા મહંત કરશનદાસ ગુરૂ સરનદાસજીએ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને અનુરોધ કર્યો છે.