તેલના વેપારી ઉપર દરોડા પાડવા આદેશ

  • તેલના વેપારી ઉપર દરોડા પાડવા આદેશ
  • તેલના વેપારી ઉપર દરોડા પાડવા આદેશ

ડબ્બામાં 100 થી વધુનો ભાવવધારો થતા પૂરવઠા અધિકારીઓને સંગ્રહખોર વેપારીઓ ઉપર ત્રાટકવા આદેશ
રાજકોટ તા.11
જન્માષ્ટમીનાં તહેવાર ઉપર જ સીંગતેલનાં ભાવમાં ભડકો થયો છે. તેલના ભાવને અંકુશમાં લેવા માટે પુરવઠામંત્રીએ તેલના વેપારીઓ ઉપર દરોડા પાડવા પુરવઠા અધિકારીઓને આદેશો એકાદ-બે દિવસમાં જ દરોડાનો દોર શરૂ થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે સિંગતેલના ભાવોમાં દરરોજ ભાવ વધારો થઈ રહ્યો છે તહેવારો ટાણે તેલના ડબાએ રોજ રૂ. 10નો ભાવ વધારો નોંધતાં માત્ર દસ જ દિવસમાં તેલના ડબાનો ભાવ વધીને 1600એ પહોંચ્યો છે નાફેડ દ્વારા ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફરી ખરીદવામાં આવે છે. આ મગફળી નાફેડ સમયાઅંતરે બજારમાં વેચાણ કરે છે, પરંતુ હાલના સંજોગોમાં અત્યાર સુધી ભાવ પક્કડના કારણે સીધું ચાલતું મગફળીનું બજાર ભડકા છાપ તેજીમાં ફેરવાશે. જેના કારણે લોકોએ મજબૂરીથી સિંગતેલ મોંઘા ભાવે ખાવું પડશે, નાફેડે તેના મગફળીના વેચાણ ભાવમાં રૂ.100થી 1ર0 સુધીનો વધારો ર0 કિલોએ કરી દીધો છે.
રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાને જણાવ્યું હતું કે પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચના આપી દીધી છે. કે, તેલનો પુરવઠો સંગ્રહ કરીને કાળાં બજાર કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે. કોઈ વેપારીને ત્યાં જરૂરથી વધુ જથ્થો એકઠો કરવા દેવાશે નહીં. દરમિયાન ગરીબોને વાજબીભાવે તેલ આપવામાં આવશે.
સિંગતેલના ડબાનો ભાવ જે 30 જૂને 15 કિલો પ્રમાણે 1430 હતો અને 15 લિટરનો ભાવ રૂ. 1320 હતો એ જ તેલનો ભાવ 31 જુલાઈએ 15 કિલો ડબાનો 1570 થી 1580 થયો અને 15 લિટરનો ભાવ 1450 થી 1470 થયો. જેમાં રૂ 120નો વધારો માત્ર એક મહિનામાં થયો હતો. જે હવે રૂ 1600એ પહોંચ્યો છે.