મચ્છર ઉત્પતિ સબબ છઊંઈને 10 હજારનો દંડ

  • મચ્છર ઉત્પતિ સબબ છઊંઈને 10 હજારનો દંડ
  • મચ્છર ઉત્પતિ સબબ છઊંઈને 10 હજારનો દંડ

 પીવાના પાણીની ટાંકીમાંથી પણ લારવા નીકળ્યા
રાજકોટ તા. 11
રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા વિરૂદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે જે અંતર્ગત ડોર ટુ ડોર અને શાળા-કોલેજ તેમજ હાઈરાઈઝ બિલ્ડીંગોના સેલાર સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી મચ્છર ઉત્પતી સબબ અનેક આસામીઓને દંડ ફટકારેલ છે જે અંતર્ગત આજરોજ રાજકોટની પ્રખ્યાત રાજકુમાર કોલેજમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી કોલેજની પ્રિમાઈસીસમાંથી 29 સ્થળેથી મચ્છરના લારવાઓ મળી આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર કોલેજને રૂા.10 હજારનો દંડ ફટકારી નોટીસ આપવામાં આવી હતી.
મનપાના આરોગ્ય વિભાગની પાંચ ટીમો દ્વારા આજરોજ રાજકુમાર કોલેજના સમગ્ર કેમ્પસ અને બાંધકામ તેમજ છત ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કેમ્પસમાં રાખવામાં આવેલ પાણીના કુંડા, નાળીયેરની કાચલી, ખાલી ડબ્બા, ટાયર તેમજ અગાસી ઉપર ભરાયેલ પાણી અને પીવાના પાણીની સીન્ટેક્ષની ટાંકીમા મચ્છરના લારવાઓ મળી આવતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયુ હતું. તમામ સ્થળે જીણવટ ભરી તપાસ કર્યા બાદ આરોગ્ય વિભાગે જુનિયર કેજીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિભાગમાંથી પણ મચ્છરના લારવાઓ શોધી કાઢયા હતા અને નાના વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગ થવાનો ભય દર્શાવી મચ્છર ઉત્પતી બદલ રાજકુમાર કોલેજના સંચાલકને રૂા.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
રાજકુમાર કોલેજમા અસંખ્ય સ્થળે મચ્છરના લારવાઓ મળી આવતા કોલેજના સેનીટેશન વિભાગના સ્ટાફના તથા સુપરવાઈઝરને મચ્છર ઉત્પતીના અટકાયતી પગલા માટે આગામી સોમવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવશે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તમામ સ્થળે દવાનો છંટકાવ કરી લારવા યુકત પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.