મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ પોતાનું ગેરકાયદે બાંધકામ તોડ્યું

  • મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ પોતાનું ગેરકાયદે બાંધકામ તોડ્યું

ગેરકાયદે બાંધકામ કર્યા પછી પ્રહલાદ મોદીએ કહ્યું - વડાપ્રધાનનો ભાઇ છું તો શું થયું, કાયદો તમામ માટે એક છે
અમદાવાદ તા.11
રાજ્યમાં હાલ ગુજરાત હાઇકોર્ટના આદેશથી ઠેરઠેર દબાણ સામે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ગેરકાયદે બાંધકામ મામલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી પણ સત્તાવાળાઓની ઝપટે ચડી ગયા હતા. જો કે તેમણે જાતે જ પોતાનું ગેરકાયદે બાંધકામ તોડયું હતું.આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં સીટીએમ રબારી કોલોની પાસે આવેલા ચાર માળના બીલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ કર્યુ હતું.
મહાનગરપાલીકાની ટીમ દબાણ તોડવા આવે તે પહેલા જાતે જ ગેરકાયદે બાંધકામ પ્રહલાદ મોદીએ તોડાવ્યું હતું. વધુમાં જાણવા મળ્યા મુજબ ત્રીજા અને ચોથા
માળે ટેરેસનું બાંધકામ ગેરકાયદે કર્યુ હતું. આ બારામાં પ્રહલાદ
મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાનનો ભાઇ હોવું તો શું થયું ? કાયદો તમામ માટે એક છે.