બૌદ્ધ ભિક્ષુકના મહોરામાં ભક્ષક: કોર્ટે ફટકારી 114 વર્ષની સજા

  • બૌદ્ધ ભિક્ષુકના મહોરામાં ભક્ષક: કોર્ટે ફટકારી 114 વર્ષની સજા
  • બૌદ્ધ ભિક્ષુકના મહોરામાં ભક્ષક: કોર્ટે ફટકારી 114 વર્ષની સજા
  • બૌદ્ધ ભિક્ષુકના મહોરામાં ભક્ષક: કોર્ટે ફટકારી 114 વર્ષની સજા

બેંગકોક, તા.11
થાઈલેન્ડની એક કોર્ટે અમેરિકાથી પ્રત્યર્પણ બાદ એક પૂર્વ બૌદ્ધ ભિક્ષુકને 114 વર્ષની જેલની સજા ફટકારી છે. વિરાફોન સુકફોન 2013માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની એક પ્રાઈવેટ જેટ પર ડિઝાઈનર એવિએટર ચશ્મા પહેરેલી અને લુઈ વિટોનની બેગ સાથેની એક ફૂટેજ સામે આવી હતી.
બાદમાં 39 વર્ષીય સુકફોન અમેરિકા ભાગી ગયો હતો પણ કિશોરી સાથે બળાત્કાર કરવા અને ડોનર્સ સાથે છેતરપિંડીના આરોપો બાદ તેને પાછો મોકલવામાં આવ્યો. ડોનર્સે તેને દુનિયાની સૌથી મોટી બૌદ્ધ પ્રતિમા બનાવવા માટે દાન આપ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે તેણે આ પૈસાથી ઘણી લક્ઝરી કાર્સ ખરીદી લીધી છે અને તેના ખાતામાં 7 લાખ ડોલર્સ પડ્યા છે. બેંગકોકની કોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, સુકફોન કોમ્પ્યુટર એક્ટમાં પણ દોષી છે.
અધિકારીએ કહ્યું કે, કોર્ટે તેને દોષિત ઠેરવ્યો છે અને 114 વર્ષની જેલની સજા સંભળાવી છે.
થાઈલેન્ડના કાયદા અનુસાર સુકફોન 20 વર્ષથી વધુની સજા નહીં ભોગવે. તેણે ડોનર્સના 8,61,700 ડોલર્સ પણ પરત કરવાના રહેશે. હજુ સુકફોન પર લાગેલા બળાત્કારના આરોપમાં પણ કોર્ટ ઑક્ટોબરમાં ચુકાદો આપે તેવી શક્યતા છે.