આજની પ્રાર્થના

  • આજની પ્રાર્થના

અને પરમાત્માનો સાક્ષાત્કાર થયો
હે દયાનિધિ !
ચર્મચક્ષુથી મને તું કયાંય દેખાતો નથી. પણ
તું જ જ્યારે મારી આંખ બને છે,
આંખનું નુર બને છે,
ત્યારે સર્વત્ર મને તું જ દેખાય છે,
ચામડાના કાનથી તું મને કયાંય સંભળાતો નથી,
જડ મનથી તું કયારેય મને જણાતો નથી,
પૌદ્ગલિક કાનથી કે મનથી
તારો સંપર્ક અશકય જ છે.
પણ તું જ જ્યારે કાન અને મન બને છે
ત્યારે સર્વત્ર તું જ સંભળાય છે, સમજાય છે.
કેવલજ્ઞાનના માધ્યમથી તું સર્વત્ર રહેલ છે.
કેવલજ્ઞાનરૂપે તું સર્વાત્મક - વિશ્ર્વાત્મક જ છે. - પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા   (ક્રમશ:)