અભિનેતામાંથી સાંસદ બનેલા ફરી સંસદમાં અભિનેતા બન્યા !

  • અભિનેતામાંથી સાંસદ બનેલા ફરી સંસદમાં અભિનેતા બન્યા !

 નવી દિલ્હી તા.11 તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાંસદ અને પૂર્વ અભિનેતા નારામલ્લી શિવપ્રસાદ સરકાર દ્વારા આંધ્રને વિશેષ દરજ્જો નહીં અપાતા તેમણે જર્મનીના સરમુખત્યાર શાસક એડોલ્ફ હિટલરનો વેષ ધારણ કર્યો હતો. શિવપ્રસાદ કેન્દ્ર સરકાર દ્વારા આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપવાના નિર્ણયનો વિરોધ દર્શાવી રહ્યા છે.તેઓ આ અગાઉ પણ અનેક વેષ ધારણ કરીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. અભિનેતામાંથી રાજકારણમાં પ્રવેશેલા શિવપ્રસાદ અગાઉ ભગવાન રામ બનીને સંસદ પહોંચ્યા હતા. તો અગાઉ સત્ય સાઁઈ અને નારદ મુનિ જેવા વેષ પણ તેમણે ધારણ કર્યા હતા. આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે તેમના આ ગેટઅપ આજકાલ જોરદાર ચર્ચામાં રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એનડીએમાંથી છૂટા પડેલા ટીડીપીના વડા ચંદ્રા બાબૂએ આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી હતી. ચાલુ વર્ષે માર્ચમાં એનડીએ સાથે ટીડીપીએ છેડો ફાડી લીધો હતો. કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ એનડીએ સાથે છેડો ફાડનાર ટીડીપી પ્રથમ પક્ષ રહ્યો છે.