વેરાવળ પાલિકામાં સેનિટેશન ચેરમેનના પદથી નારાજ નગર સેવકનો વોકઆઉટ

  • વેરાવળ પાલિકામાં સેનિટેશન ચેરમેનના પદથી નારાજ નગર સેવકનો વોકઆઉટ

વેરાવળ તા.11
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકામાં બીજી ટર્મના મહિલા પ્રમુખના અઘ્યળક્ષ સ્થાસને મળેલ પ્રથમ સામાન્યત સભામાં સતાઘારી ભાજપના નગરસેવકોમાં ભડકો થયેલ હોય તેમ ભાજપના એક નગરસેવકે કામ કરી શકતો ન હોવાનું જણાવી પક્ષમાંથી રાજીનામુ આપતા ચકચાર મચી ગયેલ છે તેમજ સ્પોનર્ટસ કોમ્પરલેક્ષની જગ્યાકમાંથી માર્ગની જગ્યાગ રખાવવા મુદે સતાઘારી પક્ષના નગરસેવકો સહિત વિપક્ષના નગરસેવકોએ પણ ઉહાપોહ બોલાવતા કમિટી બનાવી નિર્ણય કરવાનું નકકી થયેલ હતું.વેરાવળ-પાટણ નગરપાલિકાના સભાખંડમાં મહિલા પ્રમુખ મંજુલાબેન સુયાણીની અઘ્યહક્ષતામાં સામાન્યશ બેઠક મળેલ જેમાં ભાજપના 26 તથા કોગ્રેંસના 12 મળી કુલ 38 સભ્યોક હાજર રહેલ જયારે 6 સભ્યો ગેરહાજર રહેલ હતા. આ બેઠકમાં મોટાભાગના એજન્ડા ઓ ચર્ચાઓના અંતે સર્વાનુમતે મંજૂર કરાયા હતા. આ ઠરાવો પૈકી એજન્ડા નં.2 ના વિવિઘ કમીટીઓની રચનાની કાર્યવાહી મુજબ બેઠકના અંતે કમીટીઓના ચેરમેનના નામોની ઘોષણા થયેલ જેમાં સતાઘારી ભાજપના વોર્ડ નં.7 ના નગરસેવક દેવેન્દ્ર ભાઇ મોતીવરસ ની સેનીટેશન કમીટીના ચેરમેન તરીકે જાહેરાત કરાતા તેમણે વિરોઘ દર્શાવી સમિતિના અઘ્યગક્ષપદનો અસ્વીનકાર કરી બેઠકમાંથી વોકઆઉટ કરેલ અને આ તકે દેવેન્દ્રરભાઇ એ પત્રકારોને જણાવેલ કે, શાસનમાં પોતે લોકહિતના કામો કરી શકતા ન હોવાથી અફસોસ સાથે ભાજપ પક્ષમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરતા બેઠકમાં સોપો પડી ગયો હતો.
આ બેઠકમાં વિવાદાસ્પડદ બનેલ નિર્માણાઘીન સ્પોરર્ટસ કોમ્પ્લેક્ષની પાછળના ભાગે માર્ગ ખુલ્લોા રાખવા બાબતે બોર્ડની મંજૂરી લેવા માટે રજુ થતા ભાજપના જ પાંચેક નગરસેવકોએ સાથે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ વિરોઘ કરતા મહિલા પ્રમુખે કોમ્પભલેક્ષનો ઠરાવ મુલત્વીથ રાખી કમીટી બનાવી નિર્ણય કરાશે તેવી જાહેરાત કરેલ હતી.નગરપાલીકામાં ભાજપના જ અમુક નગરસેવકો મનમાની કરી શાસન ચલાવતા હોવાથી સતાઘારી ભાજપના નગરસેવકોમાં આંતરીક નારાજગી વઘતી હોવાની રાજકીય વર્તુળોમાં ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી જેના પગલે આજે બેઠકમાં ભાજપના વોર્ડ નં.7 ના નગરસેવક દેવેન્દ્રિભાઇ મોતીવરસે ખુલ્લોે વિરોઘ દર્શાવ્યાના પગલે આગામી દિવસોમાં સતાઘારી ભાજપના વઘુ પાંચથી સાત સભ્યોજ રાજીનામા ઘરશે તેવી શહેરભરમાં ચર્ચાઓ થઇ રહેલ છે.