કોડીનારની રેલસેવા વર્ષોથી છીનવાઈ ગયા છતા નેતાઓની અકળ ચૂપકિદી

  • કોડીનારની રેલસેવા વર્ષોથી છીનવાઈ ગયા છતા નેતાઓની અકળ ચૂપકિદી

કોડીનાર તા.11
કોડીનાર શએરમાં ગાયકવાડ સ્ટેટની મીટરગેજ રેલ્વે તંત્ર દ્વારા કોઇ પણ કારણ વિના વર્ષોથી બંધ કરી સસ્તી મુસાફરીની સુવિધાઓ છીનવી લીધી હોવા છતાં કોડીનારનાં અગ્રણીઓ રેલ સુવિધાઓ ફરી શરૂ કરાવવા કોઇ કાર્યવાહી ન કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.
હાલમાં કોડીનાર સહિત ગીર પંથકમાં ભારે વરસાદના કારણે તાલાળા,વિસાવદર,અમરેલી, ઉના, દેલવાડાની મીટર ગેજ ટ્રેનો ર4 દિવસથી રેલ્વે તંત્ર બંધ કરતાં આ ટ્રેનો ફરી શરૂ કરાવવા આ વિસ્તારનાં લોકો ચાર-ચાર દિવસથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ રેલ્વે તંત્રએ કોડીનાર,વેરાવળ મીટર ગેજ રેલ વર્ષો પહેલા બંધ કરી હોવા છતાં રાજકીય આગેવાનો કોડીનારની એકમાત્ર શરૂ કરાવવા આગળ ન આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કોડીનારમાં શરૂઆતમાં દિવસમાં ર કોડીનાર,વેરાવળ મીટર ગેજ ટ્રેન એવા લોકોને મળતી હતી. ત્યારબાદ રેલ્વે બાબુઓમાં એક ટ્રેન બંધ કરતાં દિવસમાં ફકત એક જ ટ્રેન કોડીનાર આવતી હતી તેે પણ વર્ષો પહેલા.