ભૂખી લાઇવ: વસોયાનો જળસમાધિનો હાઇવોલ્ટેજ ડ્રામા

  • ભૂખી લાઇવ: વસોયાનો જળસમાધિનો હાઇવોલ્ટેજ ડ્રામા
  • ભૂખી લાઇવ: વસોયાનો જળસમાધિનો હાઇવોલ્ટેજ ડ્રામા
  • ભૂખી લાઇવ: વસોયાનો જળસમાધિનો હાઇવોલ્ટેજ ડ્રામા
  • ભૂખી લાઇવ: વસોયાનો જળસમાધિનો હાઇવોલ્ટેજ ડ્રામા
  • ભૂખી લાઇવ: વસોયાનો જળસમાધિનો હાઇવોલ્ટેજ ડ્રામા

 ભાદર-2 બચાવો અભિયાનનો પ્રારંભ: 11 ધારાસભ્યોનું સમર્થન: છાવણીમાં ગ્રામ્ય લોકોનો જમાવડો: પોલીસનાં ધાડેધાડાથી ભૂખી ગામ છાવણીમાં ફેરવાયું
રાજકોટ તા.11
ભાદર-ર ડેમમાં કેમીકલ પ્રદુષણનું ઠલવાતા પાણી મુદ્દે ધારાસભ્ય અને ગ્રામજનોનો હાઇવોલ્ટેજ ડ્રામાનો પ્રારંભ થઇ ગયો છે. 1ર વાગ્યાના આસપાસ ધારાસભ્ય સહિતના લોકો જળસમાધિ લેવાના હોય ગ્રામજનો અને તંત્ર વચ્ચે ઘર્ષણના એંધાણ મળી રહ્યા છે ત્યારે આ બનાવથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા છે.
ધોરાજીના ભૂખી ગામ નજીક ભાદર-ર ડેમમાં ઠલવાતા ઝેરી પ્રદુષણના કારણે ડેમનું પાણી પ્રદુષિત થઇ ગયું છે. ડેમને બચાવવા ધારાસભ્ય લલીત વસોયા સહિત ગ્રામજનોએ આજે જળસમાધિ લેવાની જાહેરાત કરતા
આજુબાજુના ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડયા છે.
ધારાસભ્ય લલીત વસોયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભુખી-ર ડેમમાં પ્રદુષિત પાણી મુદ્દે તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ કોઇ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તેથી જળસમાધિ લેવાની ચીમકી આપવામાં આવી હતી.
(અનુસંધાન પાના નં. 8)
આમ છતા પણ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
જળસમાધિ પૂર્વે ધારાસભ્ય લલિત વસોયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરાજી પંથકને પાણી આપતો ભાદર-ર ડેમ અત્યંત પ્રદુષિત થઇ ગયો છે. પ્રદુષણ મુદ્દે 11 ધારાસભ્યોએ મને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત પાસ ક્ધવીનર હાર્દિક પટેલે પણ ટેકો આપ્યો છે.
ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે જેતપુરના ડાઇંગ ઉદ્યોગનું કેમીકલવાળુ પાણી ડેમમાં ભળી રહ્યું છે. મોટા ઉદ્યોગપતિઓ અને તંત્ર દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. જ્યારે કાર્યવાહીની વાત આવે ત્યારે નાના ઉદ્યોગકારો કે જેઓ નિર્દોષ છે તેઓને દંડવામાં આવે છે.
ડેમમાં કેમીકલ ભળતા પાણી ઝેરી બની રહ્યું છે. આ પાણીના કારણે ભુખી તેમજ આસપાસના ગ્રામજનોને ચામડીના રોગો થઇ રહ્યા છે. જો ડેમમાં દુષિત પાણીને અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટાપાયે રોગચાળો ફાટી નીકળશે. દુષિત પાણીને અટકાવવા માટે રાજ્ય સરકારે ખાસ પ્રોજેકટ બનાવવો જોઇએ. જો રાજ્ય સરકાર ખારા પાણીમાંથી મીઠા પાણીનો પ્રોજેકટ બનાવી શકતી હોય તો ધોરાજી નજીક આવેલા ભાદર-ર ડેમ માટે ખાસ પ્રોજેકટ બનવો જોઇએ.