16 નવેમ્બરે 216 શિક્ષકો, 11 શિક્ષિકા કરાવશે મુંડન

  • 16 નવેમ્બરે 216 શિક્ષકો, 11 શિક્ષિકા કરાવશે મુંડન

 શિક્ષક દિન સુધીમાં પ્રશ્ર્ન ઉકેલવાની માંગ સાથે શિક્ષક સંઘ દ્વારા વધુ એક વાર ઉચ્ચ સ્તરે રજુઆત
રાજકોટ તા.11
સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો વચ્ચે વેતનભેદ દુર કરવા સહિતની માંગણીઓ ઉકેલવાની માંગ સાથે ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા તંત્રને શિક્ષક દિવસ સુધીનું અલ્ટીમેટર આપી અન્યથા 16 નવેમ્બરે 216 શિક્ષકો અને 11 શિક્ષીકાઓએ સામુહિક મુંડન કરાવવાની ચીમકી ઉચ્ચારી આ
અંગે નિયામકને રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજભાઇ પટેલ અને મહામંત્રી વિજયભાઇ પટેલ સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષક સહાયકોને સરકારી શાળાના શિક્ષણ સહાયકો કરતાં છ હજારથી માંડી બાર હજારનો ઓછો વધારો આપી શિક્ષણ જગતના ઈતિહામસાં છવ્વીસ વર્ષમાં પ્રથમ વખત ગ્રાન્ટેડ અને સરકારી વચ્ચે ભેદ પાડેલ છે. ફિક્સ પગારની નોકરી ઉચ્ચતર પગાર તેમજ નિવૃત્તિ વિષયક લાભ માટે 2006 પછી સરકારી કર્મચારીની સળંગ ગણી જયારે ફિક્સ પગારની યોજનાના પાયામાં રહેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકની નોકરી તા.2/7/1999થી સળંગ ગતી નથી. સરકારી કર્મચારીને બે વર્ષ અગા. સાતમું પગારપંચ આપ્યું અને તફાવત ત્રણ હપ્તામાં અપાયો જયારે ગ્રાન્ટેડ શાળાના 60000 કરતા વધુ શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓને સરકારી કર્મચારી કરતા એક વર્ષ મોડું આપ્યું. તફાવત હજુ અપાયો નથી. જે ત્રણ હપ્તામાં આપવા અંગેની માંગણીઓ ઘણા સમયથી ઉકેલાઈ નથી. તેથી ઉચ્ચતર મહામંડળની રાજય કારોબારીમાં નક્કી થયા અનુસાર જો પાંચમી સપ્ટેમ્બર 2018 શિક્ષક દિન પહેલા આ માંગણીઓ ના ઉકેલાય તો તા.16/9/2018ના રોજ મહેસાણા, રાજકોટ, વડોદરા, સુરત ખાતે શિક્ષણ સહાયક ભાઇઓ-બહેનો, કાયમી શિક્ષકો, રાજય તથા જીલ્લાના હોદેદારો ટકોમુંડન કરાવશે. જેમાં આજ દિન સુધીમાં 216 ભાઇ અને 11 બહેનોએ સમગ્ર રાજયમાંથી રજીસ્ટ્રેશન કરાવી સરકારની ગ્રાન્ટેડ અને સરકારી કર્મચારીઓ માટેની બેધારી નીતિનો વિરોધ કર્યો છે.
આ અંગે આજરોજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, મુખ્ય સચિવ, નાણા સચિવ, શિક્ષણ સચિવ, શાળા નિયામકને આવેદનપત્ર આપેલ છે.