રૂ.54 લાખની છેતરપિંડીના કેસમાં નિવૃત્ત આચાર્યની જામીન અરજી રદ

  • રૂ.54 લાખની છેતરપિંડીના કેસમાં નિવૃત્ત આચાર્યની જામીન અરજી રદ
  • રૂ.54 લાખની છેતરપિંડીના કેસમાં નિવૃત્ત આચાર્યની જામીન અરજી રદ

જૂનાગઢના પ્રૌઢે નોકરી અપાવી દેવાની લાલચે અનેકને ખંખેર્યાનો આરોપ
જૂનાગઢ તા.11
જૂનાગઢ શહેરના નિવૃત આચાર્યે એરસાઇઝ વિભાગમાં પટ્ટાવાળા અને ગાર્ડની નોકરી અપાવી દેવાની લાલચ આપી પપ લોકોને છેતરી રૂા.પ4.3પ લાખ પડાવી છેતરપીંડી આચરી હોવાના કેસમાં જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
પોતાનો પુત્ર સેન્ટ્રલ એકસાઇઝમાં ડે.કલેકટર હોવાનું કહી પપ જેટલા લોકો પાસેથી નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂા.પ4.3પ લાખની છેતરપીંડી કરનાર જૂનાગઢના નિવૃત આચાર્ય રમેશભાઇ ઉર્ફે રાણાભાઇ રાઠોડ સાથે થયેલ પોલીસમાં ફરીયાદમાં અમદાવાદ ડીસીબીએ તેને ઝડપી લીધા હતા. જયુડીશીયલ કસ્ટડીમાં જેલહવાલે રહેલા રમેશભાઇએ તેમના વકીલ મારફત રેગ્યુલર જામીનની અરજી પ્રિન્સીપાલ સેશન્સ જજ નરેન્દ્ર બી.પીઠવા સમક્ષ કરી હતી.
જેની સામે સરકારી વકીલ નિરવ પુરોહિતે તેને જામીન મળે તો તે પુરાવા સાથે ચેડા કરે એમ છે એવી દલીલ કરતા કોર્ટે અરજદારની જામીન અરજી ફગાવી દીધી હતી.