ટંકારા નજીક કાર-છકડો રિક્ષા અથડાતાં કારચાલકનું મોત

  • ટંકારા નજીક કાર-છકડો રિક્ષા  અથડાતાં કારચાલકનું મોત

 કારમાં લિફટ લેનાર
બે છાત્રો અને છકડાચાલકને ઇજા
રાજકોટ તા.11
રાજકોટ-મોરબી હાઇ-વે પર ટંકારા નજીક કાર અને છકડો રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક બેડી ગામના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં લીફટ લેનાર બે છાત્રો અને છકડા ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ ટંકારા નજીક હાઇવે પર ધારેશ્ર્વર કોટન પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક ભાવેશ જયંતીલાલ રાજપરા (ઉ.વ.રર રે.બેડી વાછકપર), છકડો રીક્ષાનો ચાલક પ્રવિણ રતાભાઇ આકડીયા (ઉ.વ.3પ રે.ચોટીલા) અને રોહિત વિનોદ રાઠોડ, જય રાજેશ રાઠોડ (ઉ.વ.17, રે.બંને છતર)ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા પરંતુ ગંભીર રીતે ઘવાયેલા કારચાલક ભાવેશ રાજપરાનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. પ્રાથમીક તપાસમાં મૃતક ભાવેશ વાછકપર ગામે રહેતો હતો અને ટંકારા પાસે ઇમીટેશનનું કામ કરતો હતો. જ્યારે ઇજાગ્રસ્ત રોહિત અને રાજેશ ટંકારા અભ્યાસ કરે છે. આ બંને સહિત ચાર છાત્રોએ કારમાં લીફટ લીધી હતી.