ઈમરાનના 18મીએ વડાપ્રધાન પદે શપથ

  • ઈમરાનના 18મીએ વડાપ્રધાન પદે શપથ

 ભારતીય હાઈ કમિશનરે ટીમ ઈન્ડિયાની સહીવાળું બેટ ભેટ આપ્યું
ઈસ્લામાબાદ તા,11
પાકિસ્તાન તહરિફ-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના અધ્યક્ષ ઇમરાન ખાન 18 આગસ્ટે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. પાર્ટીના સાંસદ ફૈસલ જાવેદે આ માહિતી શુક્રવારે ટ્વિટ કરીને આપી હતી. બીજી તરફ, ભારતીય હાઇ કમિશનર અજય
બિસારીયા સવારે ઈમરાન સાથે મળ્યા હતા. તેમણે ઇમરાન ખાનને ટીમ ઈન્ડિયાની સહીંવાળું એક બેટ ભેટ આપ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ હતી. ઇમરાન ખાનની પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ 116 બેઠકો પર વિજય મેળવ્યો છે. ફૈસલ જાવેદે જણાવ્યું હતું કે, ઇમરાન ખાનની શપથ વિધીમાં કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધૂ અને સુનિલ ગાવસ્કરને આમંત્રણ આપવામાં આવ્યું છે.