સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ

 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ
 • સુપર્બ સિક્સ: તમને અચૂક ‘ફોરેન ટૂરિસ્ટ’ બનાવી દેશે આ છ દેશ

તમે ‘ખંભે કોથળો ને દેશ મોકળો’માં માનો છો ? તમને ફોરેન ટૂરની ઈચ્છા તો ખૂબ છે પણ પરવડશે નહીં એવું લાગે છે ? તો ચાલો, આ જન્માષ્ટમી વેકેશન પર તમને લઈ ચાલીએ વિદેશ પર્યટન પર; સસ્તું ભાડું ને પરદેશની યાત્રા ! જ્યાં ભારતનો રૂપિયો મોટો છે એવા ઈન્ડોનેશિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નેપાળ, વિયેતનામ અને કંબોડિયાની મનભાવન વાતો... ભાવના દોશી
વર્તમાન સમયમાં વાર તહેવારે રજાઓ પડે એટલે ફરવા નીકળી જવાનો ટ્રેન્ડ છે.હાલ જન્માષ્ટમીના દિવસોમાં સૌરાષ્ટભરમાં રજાનો માહોલ છવાઈ જાય છે અને દરેક પર્યટન સ્થળ સૌરાષ્ટ્રવાસીઓથી ઉભરાશે. ચાહે એ સ્થળ ગુજરાતમાં હોય,દેશમાં હોય કે વિદેશમાં હોય.ઘણા લોકોને વિદેશમાં ફરવા જવાનો શોખ હોય છે અને એવું માનવામાં આવે છે કે વિદેશ ફરવા જવું મોંઘુ પડતું હોય છે પણ અહીં એવા 6 દેશ વિશેની વિગતો પ્રસ્તુત છે, જે જાણીને દરેકનું વિદેશ જવાનું સ્વપ્ન સાકાર થઈ શકશે અહીં ભારતના રૂપિયાની કિમંત બહુ જ મોટી હોવાને કારણે ફરવા જવું સરળ અને સસ્તું બન્યું છે.
આજના સમયમાં એક રૂપિયાની કોઈ કિંમત નથી રહી, છતાં પણ આજના સમયમાં પૃથ્વી પર એવી ઘણા દેશ અને જગ્યા છે કે જ્યાં ભારતના એક રૂપિયાની વેલ્યુ અઢળક છે અને ઘણી જગ્યાઓ પર તો એક રૂપિયો એટલો કિંમતી છે કે તમે વિચાર્યું પણ નહિ હોય.મોંઘાદાટ અમેરિકા યુરોપના દેશ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાને બદલે જો તમારે સસ્તા દેશની વિદેશ યાત્રા પાર જવું હોય તો એવા દેશ પણ છે કે જ્યાં ભારતના એક રૂપિયાની કિમંત ઘણી જ મોટી છે. આજે અમે તમને એવા જ અમુક સસ્તા દેશો વિશે જણાવીશું, જ્યા ભારતીય રૂપિયાની કિંમત છે દમદાર. અને તમારો વિદેશ પ્રવાસ બનાવશે એકદમ સસ્તો.
: ઇન્ડોનેશિયા :
આમ તો ભારતના ટૂરિસ્ટ દેશ-વિદેશમાં જવાનો ભારે શોખ ધરાવે છે પણ તેમ છતાં એક દેશ એવો છે જ્યાં તમને ભારત મૂકીને ભારતમાં આવ્યા હોવાનો એહસાસ પણ કરાવી દે.આ દેશનું નામ છે ઇન્ડોનેશિયા કે જ્યાં મોટા ભાગની વસ્તી હિન્દૂ ધર્મ થી જોડાયેલો છે અને ત્યાં મોટા ભાગની ઇમારત અને હોટેલને ભારતના દેવી દેવતાના નામ આપવામાં આવ્યા છે. આ દેશનો પ્રવાસ એટલા માટે સસ્તો બન્યો છે કારણ કે અહીંભારતનો એક રૂપિયો લગભગ 212 ઈન્ડોનેશિયન રૂપિયા ના બરાબર છે. અહીંના એડવેન્ચર જેવા કે પેરા ગ્લાઇન્ડીંગ અને વોટર રાફ્ટિંગ માટે દુનિયાભરના પર્યટકો આવે છે. ફરવા માટે આ એક શાનદાર જગ્યા અને સસ્તા દેશમાંનો એક છે.
ઇન્ડોનેશિયાનો સમુદ્ર પણ ખૂબજ પ્રચલિત છે અને તેમાં પણ જકાર્તા અને બાલી જેવા શ્રેષ્ઠપર્યટક સ્થળ પર કોણ જવાનું પસંદ ન કરે. સમુદ્રની સાથે સાથે અહીંનું વાતાવરણ અને હવામાન પણ પ્રવાસીઓ માટે ખૂબજ અનુકૂળ રહે છે અને હવે માત્ર એશિયન જ નહિ પણ યુરોપના દેશના લોકો પણ અહીં ફરવાનું પસંદ કરે છે બલ્કે બાલિને ટૂરીસ્ટના બેસ્ટ ડેસ્ટિનેશનનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.અહીંની આવકમાં 80 % પ્રવાસીઓ પર છે અને અહીંનો કોરલ ટ્રાઇએંગલ જે કેરિયન દરિયાઈ કરતા પણ સાત ગણો મોટો છે તેનો રોમાન્ચ કૈક અનોખો છે.
: શ્રીલંકા :
સામાન્ય રીતે ભારતના લોકો આજે પણ શ્રીલંકાને રાવણના દેશ તરીકે ઓળખે છે પણ છેલ્લા 10 વર્ષ દરમિયાન શ્રીલંકન ટૂરિઝમે ભારે લોકચાહના મેળવી છે અને જે પ્રવાસીઓ કૈક નવું ફિલ અનુભવ માંગે છે તેમના માટે હવે શ્રીલંકા હોટ ડેસ્ટિનેશન બની ગયું છે અને પ્રવાસીઓની સંખ્યામાં પણ 200 ટકાનો વધારે છેલ્લા બે વર્ષ દરમિયાન જોવા મળ્યો છે શ્રી લંકામાં લગભગ 2.39 શ્રીલંકન રૂપિયા ભારતના 1 રૂપિયા બરાબર છે.જેથી કરીને શ્રીલંકામાં રહેવું અને ફરવું સસ્તું બન્યું છે. આ સસ્તા દેશમાં સમુદ્ર તટ, પહાડો અને હરિયાળી અને સાથોસાથ ઐતિહાસિક સ્મારકો થી સજેલા શ્રીલંકા દેશમાં ભારતીયો માટે ગરમીની રજા વિતાવવા માટે ખૂબ જ લોકપ્રિય સ્થાનોમાંનું એક માનવામાં આવે છે. ભારતની ખુબજ પાસે હોવાને લીધે અને સસ્તી સેવા હોવાને લીધે આ દેશમાં ફરવું લોકો ખૂબ જ પસંદ કરે છે.ગુજરાતીઓ પણ શ્રીલંકા ફરવા
જવા લાગ્યા છે અને અહીં બીચનું અદ્ધભૂતસૌંદર્ય પ્રવાસીઓને પસંદ પડે છે.
: ઝિમ્બાબ્વે :
સામાન્ય રીતે ઝિમ્બાબ્વે જેવા દેશમાં લોકો ફરવા જવાનું પ્રથમ પસંદ કરતા ન હતા પણ સાઉથ આફ્રિકાની સાથે સાથે હવે ઝિમ્બાબ્વેનો પ્રવાસ પણ લોકો પસંદ કરતા થયા છે. અનોખી પ્રાકૃતિક સુંદરતા માટે ફેમસ ઝીમ્બાબ્વે પણ ફરવા માટે એક બેસ્ટ જગ્યા છે. ઝીમ્બાબ્વે માં ભારતના એક રૂપિયાની કિંમત લગભગ 2.68 ઝીમ્બાબ્વે ડોલર છે. આ દ્વીપોનો એક ખાસ દેશ માનવામાં આવે છે. અહીં નીલા રંગનું પાણી અને જળાશયો જોવા મળે છે. અહીં જે ભારતીય આવે છે તે દરેકને ફ્રી માં વીઝા આપવામાં આવે છે માટે તે દેશમાં પૈસા આપ્યા વગર જ આરામથી ફરી શકો છો. આ દેશમાં ભારતના એક રૂપિયાની કિંમત લગભગ 207.78 રૂપિયા છે. ઝિમ્બાબ્વેની રાજધાની હ્રારી ઉપરાંત બુલાવાયો પણ જોવા લાયક સ્થળમાં સામેલ છે.
: નેપાળ:
આમ તો ભારતના લોકો નેપાળથી ભારે પરિચિત છે.ભારત બોર્ડર પર જ આવેલું નેપાળ હિન્દૂ રાષ્ટ્ર પણ છે. નેપાળમાં તમને ઘણી એવી ખાસ ચીજો જોવા મળી જશે જેની બ્યુટી કૈક ઔર છે જેમાં નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ જે ખુબ જ ઊંચાઈ પર સ્થિત છે જે પર્યટકો માટે એક આકર્ષણનુ કેન્દ્ર છે. ભારતીય લોકોને નેપાળ જવા માટેનો એક ફાયદો એ છે કે તેઓને અહીં જવા માટે કોઈ જ વીઝા ની જરૂર નથી પડતી. સસ્તા દેશમાં ભારતના એક રૂપિયાની કિંમત લગભગ 1.60 નેપાળી રૂપિયા છે. જેને કારણે અહીં પ્રવાસ કરવો પણ સસ્તો પડે છે અને સાથોસાથ પશુપતિનાથ મંદિરના દર્શનનું મહત્વ પણ એટલું જ છે જે દુનિયાભરના ટુરીસ્ટોને ખેંચી લાવે છે.
: વિયેતનામ :
વિયતનામ પોતાના બૌદ્ધ પેગોડાશાનદાર વિયેતનામી વ્યંજન અને નદીઓ માટે ફેમસ છે. અહીંની સંસ્કૃતિ પૂરી રીતે અલગ છે. 355.04 વિયતનામિ ડોંગ ભારતના એક રૂપિયા બરાબર હોવાને કારણે અહીં પ્રવાસ કરવો સરળ
અને સસ્તો બન્યો છે અહીંના દરિયા કિનારા અને યુનેસ્કો દ્વારા જાહેર થયેલી સાઈટને કારણે છેલ્લા બે વર્ષમાં જ 7.7 મિલિયન ટુરિસ્ટ આ દેશની મુલાકાત લઇ ચૂક્યા છે.
: કંબોડિયા :
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કંબોડિયા ના પ્રવાસે ગયા પછી ભારત માટે કંબોડિયા એક નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પણ ઉભરીઆવ્યું છેકંબોડિયામાં વિશાળ પથ્થરોથી બનેલા અંગકોરવાટ મંદિર ખુબ જ ફેમસ છે. ભારતીય નાગરિક અહીં પૈસા ખર્ચ કર્યા વગર ફરી શકે છે. કંબોડિયાના 63.23 કંબોડિયન રિયાલ ભારતના એક રૂપીયા બરાબર છે.જે પ્રવાસને ભારે સસ્તો બનાવે છે અહીં આમતો અમેરિકા સાઉથ કોરિયા જાપાન અનેફિલિપિન્સ જેવા દેશના લોકો આવે છે અને દર વર્ષે ટુરિસ્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ થયો છે.