જીવનને ભરપૂર અને સમૃદ્ધ બનાવે છે ‘પ્રવાસ’

  • જીવનને ભરપૂર અને સમૃદ્ધ બનાવે છે ‘પ્રવાસ’
  • જીવનને ભરપૂર અને સમૃદ્ધ બનાવે છે ‘પ્રવાસ’
  • જીવનને ભરપૂર અને સમૃદ્ધ બનાવે છે ‘પ્રવાસ’

પ્રવાસમાં સઘળી જવાબદારીને નેવે મૂકીને રોજીંદી ઘટમાળમાંથી થોડા દિવસો ચોરીને મનપસંદ જગ્યાએ પ્રિય વ્યકિત સાથે જવાનો આખંદ અવર્ણનીય હોય છે ફરવા જતી વખતે સૌથી વધારે સુચના પરફેક્ટ પ્લાનીંગ કરવાની આપવામાં આવે છે. પરંતુ ક્યારેક કંઇજ આયોજન વગર જે પરિસ્થિતિ આવે તેમાં, તે મુજબ રહેવાની અને ફરવાની મજા પણ જુદો અનુભવ કરાવે છે દુનિયાનું એક
પણ કામ એવુ નથી કે
જે તમારા વગર અટકી જાય તેથી ઓફિસનું કે કં5નીનું કામ કે પછી
ફોન કોલ્સ ટાળો આપણે સવારે ઉઠીએ ત્યારથી લઇને રાત સુધી સતત કામમાં પસાર કરતા હોઇએ છીએ. આમ એકધારી અને સતત જીંદગીમાંથી ક્યારેક માણસ કંટાળે એટલે તનમનની તાજગી મેળવવા માટે પ્રવાસનું આયોજન કરે છે. રોજીંદી ભાગ દોડ ભરી જીંદગીમાં સુંદર સ્થળોએ કરેલ પ્રવાસ ઓક્સિજનનું કામ કરે છે, નવા પ્રાણ પૂરે છે. પ્રવાસમાં સઘળી જવાબદારીને નેવે મૂકીને રોજીંદી ઘટમાળમાંથી થોડા દિવસો ચોરીને મનપસંદ જગ્યાએ પ્રિયવ્યકિત સાથે જવાનો આખંદ અવર્ણનીય હોય છે.
પ્રવાસમાં જવાનું સ્થળ નક્કી કરતી વખતે પરિવારની પસંદગી પણ ધ્યાનમાં લેવી જોઇએ.
ઘણાને દરિયાકિનારાના સ્થળ ગમતા હોય છે. તો ઘણાને પાણીથી ડર લાગતો હોય છે. અમુકને હિલ સ્ટેશન પસંદ હોય છે તો ઘણાને ઉંચાઇ અકળાવતી હોય છે. તેથી જે-તે જગ્યા નક્કી કરતા પહેલા બધી બાબતનો વિચાર કરીને ડેસ્ટીનેશન નક્કી કરવી જોઇએ.
પ્રવાસ દૂરનો હોય કે નજીકનો, દેશનો હોય કે વિદેશનો, ટ્રેનમાં હોય પ્લેનમાં હોય બસમાં હોય કે કારમાં બધીજ જવાબદારીથી મુક્ત જે પણ પરિસ્થિતિ આવે તેનો સામનો કરવાની તૈયારી રાખવી જોઇએ.
પ્રવાસમાં જઇને માણસ અનેક અનુભવોથી સમૃદ્ધ થાય છે. તેથી પરિવારની દરેક વ્યકિતને પ્રવાસથી ખુશી અને આનંદ મળવો જોઇએ. પ્રવાસનો સાચો આનંદ મેળવવા
માટે જે કાંઇ નાની મોટી ચિંતા હોય કે ટેન્શન હોય કે કાંઇ પણ તે મૂકીને જવું જોઇએ. કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાથી પ્રવાસનો પૂરેપૂરો આનંદ મેળવી શકાય છે.
* પ્રવાસમાં જાવ ત્યારે ઘરની, ઓફીસની, બાળકોની, શાળાના પ્રશ્ર્નો વગેરેની ચર્ચા ન કરવી. કોઇ ચિંતા હોય કે પ્રશ્ર્ન હોય તો તેની પણ ચર્ચા
અહીં ન કરવી. આપણે તેનાથી છુટવા માટે આવ્યા છીએ એ યાદ રાખવું જોઇએ.
* ફોટોગ્રાફી કે વિડીયો શુંટીંગ માટે મોબાઇલ કે ટેબ્લેટ વાપરીએ પરંતુ આખો દિવસ સોશ્યલ મીડિયા વગેરે સાથે રહીને જેતે સ્થળની મજા માણવાનું ન ચૂકીએ.
* હોટેલમાં આવીને પણ ટેલિવિઝન, સમાચાર રાજકારણની ચર્ચા કરવાને બદલે એ સમય સ્વજનોને આપીએ.
* દુનિયાનું એક પણ કામ એવુ નથી કે જે તમારા વગર અટકી જાય તેથી ઓફિસનું કે કં5નીનું કામ કે પછી ફોન કોલ્સ ટાળો.
* ફરવા ગયા હોય એ ત્યારે શ્રેષ્ઠ સગવડ મળે. તે માટે જ આપણે પૈસા ખર્ચ કર્યા હોય છે. પરંતુ એના માટે હોટલ કે ટ્રાવેલિંગમાં જવાબદાર વ્યકિત સાથે ઝઘડા કરીને ટેન્શન ન વધારતા વચ્ચેનો રસ્તો કાઢી શકાય.
* ફરવા જતી વખતે સૌથી વધારે સુચના પ્લાનીંગ કરવાની આપવામાં આવે છે. પરંતુ ક્યારેક કંઇજ આયોજન વગર જે પરિસ્થિતિ આવે તેમાં, તે મુજબ રહેવાની અને ફરવાની મજા પણ જુદો અનુભવ કરાવે છે.
આમ પ્રવાસએ જીવનને ભરપુર કરે છે. પ્રવાસમાં ખાલી હાથે જઇને સંસ્મરણોનો ખોબલો ભરીને પાછા ફરવામાં આવે છે. જે જીવનના અંત સુધી વ્યકિતનો સાથ છોડતા નથી. પ્રવાસની દરેક ક્ષણ જીવનપર્યંત યાદગાર બની જાય છે.