સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’

  • સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’
  • સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’
  • સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’
  • સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’
  • સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’
  • સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’
  • સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’
  • સફરને સરળ બનાવતી અદ્દભૂત ઉપયોગી ‘એપ’

વેકેશન કે રજાઓ આવતા જ લોકો ફરવા જવા નીકળી જાય છે. આપણે ફ્રેન્ડ સાથે કે પરીવાર સાથે જઇએ ત્યારે મુશ્કેલી વગર મજા માણી શકીએ એ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે.
અત્યારે મોબાઇલ અને ટેકનોલોજી અવેલેબલ છે તેનો યોગ્ય ઉપયોગ કરીને ટ્રાવેલીંગને સગવડદાયક બનાવી શકાય.
આજે એવી કેટલીક ‘એપ’ અવેલેબલ છે જેનો ઉપયોગ કરીને સફરને
સુંદર અને સહજ બનાવી શકાય છે કેટલીક એવી
એપ જોઇએ.
હોસ્ટલ વર્લ્ડ
આ એપ તમને બીજા શહેરની સસ્તી અને વ્યાજબી હોટેલની જાણકારી આપશે. જે ડાઉનલોડ કરવાથી પોતાના બજેટ મુજબની હોટેલ શોધી શકાય છે. જેમાં અનેક દેશોની હોટેલ વિશે માહિતી મળી રહે છે.
ગુગલ ટ્રીપ્સ
આ એપ તેના નામ મુજબ ટ્રીપમાં લોકેશન, ટીકીટ રીઝર્વેશન તેમજ બીજી પણ અનેક માહિતી મળી રહે છે. જેના કારણે સફરને સહેલી બનાવી શકાશે.
લાઇવ ટ્રેકર
લાઇવ ટ્રેકર એપ દ્વારા તમે સગા સંબંધી મિત્રોને તમારુ લાઇવ લોકેશન મોકલી
શકો છો. તમારી જે જર્ની છે તે રેકોર્ડ પણ કરી શકો તેમજ શેર પણ કરી શકો છો.
મિડીયમ
આ એક અલગ પ્રકારની એપ છે. જેમાં ટ્રાવેલીંગ દરમિયાન તમે રીડીંગનો આનંદ માણી શકશો. આ એપ તમને દર્શાવે છે કે એક આર્ટીકલ વાંચવામાં કેટલો ટાઇમ લાગશે જેથી તમે ખલેલ વગર વાંચવાની મજા માણી શકાય છે.
ઓફલાઇન મેપ્સ
ખફાત.ળય જે તે લોકેશનના મેપ ડાઉનલોડ કરી ચોકકસ સ્થળ વિશે માહિતી મળી જાય છે. આ એપની વિશેષતા એ છે કે તે ઇન્ટરનેટ, વાઇફાઇ સેવા વગર પણ તમને યાદ કરી
શકે છે.
ફોર સ્કવેર
આ એક એવી એપ છે જે તમને ટ્રાવેલીંગ સમયે મદદરૂપ બની શકે છે. આ એપ તમને ખાવા, પીવાના સ્થળો તેમજ ફરવાના નજીકના સ્થળો પણ ઇન્ડીકેટ કરશે.
ગુગલ ટ્રાન્સલેટ રીઅલ ટાઇમ ટ્રાન્સલેશન
આ એક અદ્દભૂત એપ છે. આ એપનો ઉપયોગ કરવા માટે ગુગલ ટ્રાન્સલેટ એપમાં કેમેરા આઇકોન પર
કલીક કરવામાં આવે છે ત્યારબાદ લેંગ્વેજ સિલેકટ કરી જે તે પ્રિન્ટેડ શબ્દો પર કેમેરા રાખવાથી જે તે શબ્દનું ટ્રાન્સલેશન મળી શકશે.