લોર્ડસ ટેસ્ટ: ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ઢેર

  • લોર્ડસ ટેસ્ટ: ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ઢેર
  • લોર્ડસ ટેસ્ટ: ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ઢેર

 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના બીજા મેચમાં ભારતીય ટીમ
107 રનમાં ઓલ આઉટ થઈ: ઈંગ્લેન્ડની ટીમના ફાસ્ટ બોલરો સામે સમર્પણ કર્યું
લંડન તા,11
ભારતના શીર્ષક્રમના બેટ્સમેનના પ્રથમ ટેસ્ટના ખરાબ પ્રદર્શન બાદ કોઈ સબક ન હોતા શિખ્યા અને ઈંગ્લેન્ડ સામેના બીજા ટેસ્ટમાં વર્ષાના વિઘ્ન સામે શુક્રવારે યજમાન ટીમના ફાસ્ટ બોલરો સામે સમર્પણ કરી દીધુ હતું અને ભારતીય ટીમ 35.2 ઓવરમાં 107 રનમાં સમેટાઈ ગઈ હતી.
અહીં લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ગુરુવારના પ્રથમ દિવસે જરાપણ રમત નહોતી થઈ ત્યાર બાદ ગઈ કાલના બીજા દિવસે મેચ શરૂ તો થઈ હતી, પરંતુ વરસાદના વિઘ્નોને કારણે બહુ ઓછી રમત થઈ શકી હતી જેમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સવારે 8.3 ઓવરની રમત થયા બાદ વરસાદના અવરોધોને કારણે મોડે સુધી રમત નહોતી થઈ શકી. રહાણે-અશ્ર્વિન દાવમાં હતા. વિરાટ 24 રન બનાવીને આઉટ થયો હતો. ભારતની જે પહેલી ત્રણ વિકેટ પડી
હતી એમાંથી વિજય અને રાહુલની
વિકેટ જેમ્સ ઍન્ડરસને લીધી હતી
અને પુજારાના રૂપમાં રનઆઉટમાં પડેલી ત્રીજી વિકેટ પણ ઍન્ડરસનની બોલિંગમાં પડી હતી.
ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓના છેલ્લાં 10 રનઆઉટમાંથી સાત રનઆઉટ પુજારાના છે. જોકે, ગઈ કાલે તે કેપ્ટન વિરાટ કોહલીની ભૂલનો ભોગ બન્યો હતો. અમ્પાયરે એક ટૂંકા વિઘ્ન બાદ વિરાટ-પુજારાને (તેઓ ઝરમર વરસાદને લીધે મેદાનની બહાર લગભગ પહોંચી જ ગયા હતા ત્યારે) પાછા રમવા બોલાવ્યા હતા અને તેઓ પાછા આવ્યા બાદ ઍન્ડરસનના એક બોલ બાદ પુજારા રનઆઉટ થઈ
ગયો હતો. પોઇન્ટની દિશામાં પુજારાએ બોલને મોકલ્યો એટલે સામા છેડેથી
વિરાટે કોલ આપીને દોડવાનું શરૂ કર્યું હતું.
જોકે, વિરાટ અડધે આવ્યો હશે ત્યારે નવોદિત ઑલીવર પોપને બોલ તરફ આવતો જોઈને પાછો પોતાના છેડા તરફ ભાગ્યો હતો. જોકે, પુજારા ઘણે આગળ સુધી આવી ગયો હતો અને પોપના સીધા થ્રોમાં પુજારા રનઆઉટ થઈ ગયો હતો. તે આ સિરીઝની પોતાની આ પહેલી જ મેચમાં ફક્ત એક જ રન બનાવી શક્યો હતો. પુજારા રનઆઉટ થયો કે તરત ફરી વરસાદ શરૂ થયો હતો અને ખેલાડીઓ ડ્રેસિંગ-રૂમ તરફ ભાગ્યા હતા. ત્રીજી ટેસ્ટમાં રિષભ પંતને રમાડવો જોઈએ: ગાવસ્કર
મુંબઈ: ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે અહીં ગઈ કાલે એક જાણીતી ટીવી ચેનલના ક્રિકેટ-નિષ્ણાત તરીકે પત્રકારો સાથેની વાતચીતમાં 18મી ઑગસ્ટથી ટ્રેન્ટ બ્રિજમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં કોને લેવો જોઈએ? એવું પૂછાતાં કહ્યું હતું કે મને લાગે છે કે વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઇંગ્લેન્ડના પ્રવાસ માટેની ટીમમાં સ્થાન આપવા પાછળનો સિલેક્ટરોનો આશય ખૂબ સ્પષ્ટ જ હશે. તેમણે તેને ટેસ્ટમાં મોકો આપવાના હેતુથી જ લીધો હશે. મારા મતે તેને ત્રીજી ટેસ્ટમાં વિકેટકીપર તરીકે નહીં, પણ બેટ્સમેન તરીકે રમાડવો જોઈએ.