સમીએ પૂર્વ પત્નીના મોડેલિંગને કોર્ટમાં પડકાર્યું!

  • સમીએ પૂર્વ પત્નીના મોડેલિંગને કોર્ટમાં પડકાર્યું!

મોડેલિંગ ઉપરાંત ફિલ્મો પણ સાઈન કરી રહી છે તો પછી ભરણપોષણ શા માટે?
નવી દિલ્હી તા,11
ક્રિકેટર મોહમ્મદ સમીની પત્ની હસીન જહાંને બીજી વખત મોડલિંગના કરિયરમાં હાથ અજમાવવું ભારે પડ્યુ છે. સોશિયલ મીડિયા પર મોડલિંગ સિવાય ફિલ્મ નિર્દેશકો સાથે હસીનની તસવીરો અને મીડિયા રિપોર્ટોને શમીએ કાયદાકીય લડાઇનું હથિયાર બનાવી લીધુ છે.
સમીના વકીલે કોર્ટને કહ્યું છે કે, જ્યારે હસીન જહાં મોડલિંગ કરવાની સાથે ફિલ્મો સાઇન કરી રહી છે તો તેને શામાટે ભરણપોષણ જોઇએ. ક્રિકેટર પતિ મોહમ્મદ સમીથી અલગ પોતાની દીકરી સાથે કોલકાતામાં રહેતી હસીન જહાંએ કેટલાક સમય પહેલા મોડેલિંગના ક્ષેત્રે ઉતરવાની વાત કહી હતી. આ સાથે જ મોડલિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ત્યાં જ બે ફિલ્મ નિર્દેશકો સાથે પોતાની બે તસવીરોને પણ મીડિયા સાથે શેર કરતા ખુબ જ જલ્દી ફિલ્મોમાં ઉતરવાનો દાવો કર્યો હતો.
ક્રિકેટર મોહમ્મદ સમીએ સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં હસીનથી સંબંધિત ફોટોને પૂરાવા તરીકે એકત્રિત કરી લીધા છે. નોંધનિય છે કે, હસીન જહાંએ સમી વિરૂદ્ધ કોલકાતાની કોર્ટમાં પ્રતિ મહિના ભરણપોષણનો કેસ દાખલ કર્યો છે.