સાઇના ટોપ-ટેનમાંથી બહાર: શ્રીકાંત આઠમે

  • સાઇના ટોપ-ટેનમાંથી  બહાર: શ્રીકાંત આઠમે
  • સાઇના ટોપ-ટેનમાંથી  બહાર: શ્રીકાંત આઠમે

નવી દિલ્હી તા,11
જકાર્તાની એશિયન ગેમ્સમાં જવાની તૈયારી કરી રહેલી એક સમયની વર્લ્ડ નંબર વન બેડ્મિન્ટન ખેલાડી સાઇના નેહવાલ ટોપ-ટેનની બહાર સરકી ગઈ છે. તે દસમા સ્થાને હતી અને હવે અગિયારમા ક્રમે છે. જોકે, પી. વી. સિંધુ વર્લ્ડ નંબર-થ્રીના સ્થાને જળવાઈ છે. તે તાજેતરમાં જ સતત બીજી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલ જીતી હતી. દરમિયાન, કિદામ્બી શ્રીકાંત પુરુષોના રેન્કિંગમાં છઠ્ઠાથી આઠમા સ્થાન પર ગયો છે. એસ. એસ. પ્રણોય અગિયારમા નંબર પર જળવાઈ રહ્યો છે. ભારતનો જ સમીર વર્મા એકવીસમા સ્થાને અને બી. સાઇ પ્રણીત 24મા નંબરે છે.