મલ્ટિપ્લેક્સમાં ખાદ્યપદાર્થો લઇ જવા દેવામાં આવે તો ટિકિટના ભાવ વધી શકે

  • મલ્ટિપ્લેક્સમાં ખાદ્યપદાર્થો લઇ જવા  દેવામાં આવે તો ટિકિટના ભાવ વધી શકે

 સિનેમાવાળા કોઇપણ રીતે ગ્રાહકને રાહત આપવા નથી માગતા
મુંબઇ તા.11
મલ્ટીપ્લેક્સમાં ફુડ અને બેવરેજ લઇ જવાં માટેની મંજૂરી અંગેની ઍક જનહિતની અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જો મલ્ટીપ્લેક્સમાં ફુડ લઇ જવાની મંજૂરી મળે તો મુવી ટિકિટનાં ભાવમાં 20થી 40 સુધીનો વધારો થવાની સંભાવના છે. અર્થાત જો હાલમાં તમે ટિકિટ માટે 200 રૂપિયા ખર્ચો છો તો ભવિષ્યમાં ટિકિટ દીઠ 240થી 280 રૂપિયા ચુકવવાં પડશે.
ટિકિટના ભાવમાં વધારો ઍ કારણે થશે કારણે કે હાલમાં મલ્ટીપ્લેક્સની કુલ કમાણીમાં ફુડ અને બેવરેજની કમાણીનો હિસ્સો 30 ટકા છે. જા મંજૂરી મળે તો આ 30 ટકા ભાગને સરભર કરવાં મલ્ટીપ્લેક્સ મુવી ટિકિટ માટે વધુ ચાર્જ લેવાનો વિચાર કરી રહી છે.
ઍક આંકડા મુજબ, પીવીઆરે ચાલુ આર્થિક વર્ષમાં 684.36 કરોડનો કારોબાર કર્યો છે જેમાં ફુડ અને બેવરેજનો ભાગ 202.71 કરોડ રૂપિયા છે.
મલ્ટીપ્લેક્સનાં કારોબારમાં બોક્સ ઓફિસ કલેક્શન બાદ સૌથી વધુ કમાણી ફુડ અને બેવરેજથી જ થતી હોય છે. હવે જા કોર્ટ અરજીકર્તાનાં પક્ષમાં ચુકાદો આપે તો મલ્ટીપ્લેક્સ માલિકો પાસે બે વિકલ્પ રહે છે કે ક્યાં તો ફુડ અને બેવરેજનાં ભાવ ઓછાં કરે અથવા ફુડ સ્ટોલ બંધ કરી દે.
આ સ્થિતિમાં મલ્ટીપ્લેક્સના રેવેન્યુમાં અપ્રત્યાશિત ઘટાડો થશે જેને સરભર કરવા માટે મલ્ટીપ્લેક્સ ઍસોસિઍશન મુવી ટિકિટના ભાવમાં વધારો કરવાં માટે વિચાર કરી રહી છે. જાકે મલ્ટીપ્લેક્સમાં ફુડ લઇ જવાની મંજૂરી મળે તો ફિલ્મ રસીયાઓને મુવી ટિકિટના ભાવમાં આ વધારો નજીવો લાગશે કારણ કે ફુડ લઇ જવાની મંજૂરી મળતાં ઍક મોટી રકમ દર્શકો બચાવી શકશે.