ફેસબુકમાં પોસ્ટ લાઇક-શેર કરનારાઓને હોલિવૂડના સ્ટારે આપ્યા અધધધ રૂપિયા!

  • ફેસબુકમાં પોસ્ટ લાઇક-શેર કરનારાઓને  હોલિવૂડના સ્ટારે આપ્યા અધધધ રૂપિયા!

 અભિનેતા ડવેઇન જોનસને 100 નસીબવંતાને ભેટ આપ્યાનો વીડિયો વાઇરલ
મુંબઇ તા.11
શું તમે ક્યારેય જોયું કે સાંભળ્યું છે કે ફેસબુક પર કોઈની પોસ્ટને લાઈક અને શેર કરવા માટે પૈસા મળે છે અને તે પણ કરોડો રૂપિયા? આ અમે નથી કહી રહ્યાં. પરંતુ આ પ્રકરની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પોસ્ટને શેર અને લાઈક કોમેન્ટ કરવા પર કરોડો રૂપિયા, ગિફ્ટ કાર્ડ અને લકઝરી કાર આપવામાં આવશે.
આ દાવો કરનાર પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ હોલીવુડ અભિનેતા ડ્વેઈન જોનસન છે. જોનસનની ફિલ્મ સ્કાઈ સ્ક્રેપર તાજેતરમાં રિલીઝ કરવામાં આવી છે. 26 જુલાઈ, 2018ના રોજ ડ્વેન જે નામની ફેસબુક પ્રોફાઇલથી આ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં નોટોના બંડલ પર કોમેન્ટ લખવામાં આવી છે કે તમારા આશીર્વાદ આવી રહ્યા છે, આમીન ટાઇપ કરીને શેર કરો, (યોર બ્લેસિંગ ઈઝ કમિંગ, ટાઈપ આમીન એન્ડ શેર)! અને પછી થોડા દિવસ બાદ 1 ઓગસ્ટ, 2018ના રોજ એ જ ડ્વેન જે નામની ફેસબુક પ્રોફાઇલથી કેટલાક લોકોને ભેટ અને નાણાં લેતા દેખાયા હતા.
સાથે આ પોસ્ટ પર કોમેન્ટ પણ લખવામાં આવી છે કે, આમીન.. તમને બધાને શુભેચ્છા. જેમણે મારી પાસેથી ભેટ પ્રાપ્ત કરી હતી અને આજે હું 100 નસીબદાર લોકોને આશીર્વાદ આપીશ.
એક ન્યુઝ ચેનલ દ્રારા આ પોસ્ટનો વાયરલ ટેસ્ટ કરવામાં આવ્યો અને જોવામાં આવ્યું કે, લાઈક, કોમેન્ટ અને શેર કરવા પર શું આટલા પૈસા મળે છે ?