નહેરૂનગર, ગંજીવાડામાં ડેન્ગ્યુએ દેખા દેતા તંત્ર દોડ્યું

  • નહેરૂનગર, ગંજીવાડામાં ડેન્ગ્યુએ દેખા દેતા તંત્ર દોડ્યું


મનપાની રોગચાળા સામે સઘન ઝુંબેશથી એકંદરે રોગચાળો કાબુમાં: અઠવાડિયામાં ટાઈફોઈડના 3 કેસ નોંધાયા
રાજકોટ તા,10
મહાપાલિકાની આરોગ્ય શાખાએ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રોગચાળા સામે સઘન ઝુંબેશ હાથ ધરતા એકંદરે શહેરમાં રોગચાળો કાબુમાં રહ્યો છે. તાવ-શરદી, ઝાડા-ઊલ્ટીના કેસો સિવાય મનપાના ચોપડે રોગચાળો કાબુમાં જોવા મળ્યો હતો. ડેન્ગ્યુના બે કેસ અને ટાઈફોડના 3 કેસ નોંધાયા હતા.
આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શહેરના ન્યુ નહેરુનગર અને ગંજીવાડામાં ડેન્ગયુના બે કેસ નોંધાયા હતા. આ ઉપરાંત શરદી-ઉધરશના 159 કેસ, ઝાલા ઊલ્ટીના 94 કેસ, ટાઈફોઈડ તાવના 3 કેસ, મરડાના 7 કેસ, મેલેરિયાના 3 કેસ, કમળાના 2 કેસ નોંધાયા હતા.
રોગચાળાને કાબુમાં લેવા મનપાએ અઠવાડિયા દરમિયાન કુલ 34 હજાર ઘરોમાં સર્વે કરી 3780 મકાનોમાં ફોગીંગની કામગીરી કરેલ. વરસાદી ખાડા, કાયમી ખાડાઓના 92 લીટર એમ.એલ.ઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મચ્છર ઉત્પતી સબબ 386 એકમોમાં તપાસ કરી 25, આસામીઓને નોટિસો આપવામાં આવી હતી તથા 53 હજારનો દંડ ફટકારાયો હતો.