લાઇસન્સ વિના વાહન ચલાવતા 294 વિદ્યાર્થીના વાલીઓને વોર્નીંગ

  • લાઇસન્સ વિના વાહન  ચલાવતા 294 વિદ્યાર્થીના વાલીઓને વોર્નીંગ
  • લાઇસન્સ વિના વાહન  ચલાવતા 294 વિદ્યાર્થીના વાલીઓને વોર્નીંગ

ચાર મહિનાની જેલ અને એક હજાર દંડથી બચવા પોલીસ કમિશ્નરની તાકીદ
રાજકોટ તા.10
રાજકોટ શહેરમાં માર્ગ સલામતી અંતર્ગત ગઈકાલે ટ્રાફિક પોલીસ અને આરટીઓની સંયુક્ત ઝુંબેશ અંતર્ગત લાઇસન્સ વિના નીકળેલા 294 વિદ્યાર્થીઓને ઝડપી લઇ આરટીઓ કચેરી ખાતે તેના વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જો લાઇસન્સ વિના પકડાય તો એક હજારનો દંડ અને ચાર મહિનાની જેલની સજા હોય કાયદાના સંઘર્ષમાં ન આવવા અપીલ કરી હતી
શહેરમાં અકસ્માતના બનાવો બનતા અટકાવવા ખાસ વિદ્યાર્થીઓને પકડવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જેસીપી સિદ્ધાર્થ ખત્રી, આરટીઓ ઇન્સ્પેક્ટર શાહ સહિતના અધિકારીઓએ ટ્રાફિક પોલીસને સાથે રાખીને લાઇસન્સ વિના વાહન લઈને નીકળેલા 294 વિદ્યાર્થીઓને ઝડપી લઇ તેમના વાલીઓને બોલાવી ટ્રાફિક નિયમન અંગે સમજૂતી આપી હતી તેમજ લાઇસન્સ વિના વાહન ચલાવવાની વાલીઓ દ્વારા મંજૂરી એવી એ અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે તેમજ નિયમ ભંગ કરનારને એક હજારનો દંડ અને ચાર મહિનાની જેલની સજા હોવાથી વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં ન મુકાય તે માટે વાલીઓ વિદ્યાર્થીઓને સમજાવે અને વાહનોના ઉપયોગ કરવાની મંજૂરી ન આપે તેવી અપીલ કરી હતી