ધ ઈમ્પીરીયાનું દબાણ અંતે તોડી પડાયું

  • ધ ઈમ્પીરીયાનું દબાણ અંતે તોડી પડાયું


48 કલાકની મુદત પુરી થતા ટીપી વિભાગે ડિમોલીશન કર્યું
રાજકોટ તા,10
શાસ્ત્રી મેદાનની સામે નવ નિર્માણ ઈમ્પીરીયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઈન્ટીનીયરનું 5 હજાર ચોરસ ફૂટના દબાણ કરવામાં આવેલ જેમાં ચેરમેને અંગત રસ લઈ સ્થળ ઉપર મ્યુ કમિશનરને બોલાવી દબાણ દુર કરવાની 48 કલાકની મુદત આપવામાં આવી હતી. જે ગઈકાલે પૂર્ણ થયા બાદ આજે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં મનપા દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં શાસ્ત્રી મેદાનની સામે આવેલ નવનિર્માણ થતા ઈમ્પીરિયા હાઈટસની આગળના પાર્કિંગની જગ્યાએ બિલ્ડર દ્વારા ઈન્ટીટીયરના નામે ડેકોરીટવ ચોકઠાઓ બનાવી નાખેલ જ્યારે નાના વેપારીઓને અન્યાય થાય છે તેવો દેકારો થતા સ્ટે ચેરમેને જાતે મુલાકાત લઈ ઈમ્પીરિયાનું દબાણ હટાવવાનો આદેશ કર્યો હતો. આ દેશના પગલે મનપાની ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ મુદત પૂર્ણ થતા ઈમ્પીરિયાના પાર્કિંગમાં થયેલ ડેકોરીવનું 5 હજાર ફૂટના બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.