કાલે ભાદર નદીમાં ધારાસભ્યની જળસમાધિની ચિમકીથી તંત્ર અને સરકાર ઉપાધીમાં

  • કાલે ભાદર નદીમાં ધારાસભ્યની જળસમાધિની ચિમકીથી તંત્ર અને સરકાર ઉપાધીમાં


હાર્દિક પટેલે પણ કહ્યું કે, હું પણ ‘ડુબકી’ મારીશ
રાજકોટ તા,10
ભાદર નદીમાં પ્રદુષણયુકત પાણી છોડવાના પ્રશ્ર્ને જળ સમાધીની ચિમકી આપનાર ધારાસભ્ય લલીત વસોયા મક્કમ છે તથા કાલે જળ સમાધિ લેશે જ તેવો હુંકાર કરતાં તંત્રમાં દોડાદોડી સર્જાઈ છે તો વસોયાના સમર્થનમાં હાર્દિક પટેલ અને 11 કોંગી ધારાસભ્યો આવતા હવે વસોયાની જપ્ત સમાધિ તંત્ર અને સરકાર માટે ઉપાધી બની છે.
જેતપુરના ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવા મુદ્દે પાસ નેતા હાર્દિક પટેલે શનિવારે જળસમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. હાર્દિકના જળસમાધિ કાર્યક્રમને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ભાદરમાં પાણીન ઠાલવવામાં આવતા જળસમાધિની ચીમકી આપી હતી. લલિત વસોયાના નિર્ણયને કોંગ્રેસના 11 જેટલા ધારાસભ્યએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ અને હાર્દિકના જળસમાધિ કાર્યક્રમની જાહેરાત બાદ વહિવટી તંત્ર ચોક્કસ તેમની સાથે વાતચીત કરીને આ મુદ્દે સમાધાન કાઢવાનો પ્રયાસ કરશે.
ભાદરમાં ઠાલવવામાં આવતા કેમિકલયુક્ત ગંદા પાણી બાબતે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા છેલ્લા ઘણા દિવસોથી લડત લડી રહ્યા છે. ડેમની આસપાસમાં આવેલા કારખાનાઓનું ગંદુ પાણી ડેમમાં ઠાલવવામાં આવતું હોવાથી ડેમનું પાણી અશુદ્ધ થઈ રહ્યું છે. આ મામલે તેમણે આંદોલનો પણ કર્યા હતા. જોકે, તંત્ર તરફથી કોઈ ધ્યાન આપવામાં ન આવતા તેમણે આવતીકાલે (શનિવારે) જળસમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. આ મામલે હાર્દિક પટેલે પણ લલિત વસોયાને સમર્થન આપ્યું છે. હાર્દિકે કહ્યું છે કે જો આ મામલે કોઈ નિકાલ નહીં આવે તો હું પણ જળસમાધિ કાર્યક્રમમાં જોડાઈશ.
નોંધનીય છે કે કોંગ્રેસની ટિકિટ પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા પહેલા લલિત વસોયા પણ પાસના કન્વિનર હતા, તેમજ પાટીદારોને અનામત મળે તે માટે લડત લડી રહ્યા હતા. આ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, લલિત વસોયાની લડત યોગ્ય છે. તેમને ન્યાય મળવો જોઈએ.