મવડી મેઈન રોડ સહિત ત્રણ સ્થળે કોર્પો. દ્વારા વૃક્ષારોપણ

  • મવડી મેઈન રોડ સહિત ત્રણ સ્થળે કોર્પો. દ્વારા વૃક્ષારોપણ

રાજકોટ તા,10
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ 2જી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન અંતર્ગત વન ડે થ્રી વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનો શુભારંભ કરાયેલ, જેના અનુસંધાને આજ તા.10ના રોજ વોર્ડ નં-17, 12, અને વોર્ડ નં-18માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
વોર્ડ નં-17માં આહીર ચોકની બાજુમાં અટિકા ઇન્ડ. પરમેશ્વર ચોકથી વૃક્ષારોપણ યોજાયો, જેમાં, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી, પ્રભારી જીજ્ઞેશભાઈ જોષી, મહામંત્રી ઇન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી, યોગેશભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભલાળા, મહેશભાઈ ડાંગર, અમુભાઈ મકવાણા, હિરેનભાઈ કાચા, જયંતીભાઈ નોગણવદરા, મનુબાપા, વનરાજભાઈ ડાંગર, ચંદુભાઈ રાઠોડ, હરિભાઈ મસાણી, તુષારભાઈ મકવાણા, બીલુંભાઈ રાઠોડ તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.
વોર્ડ નં-12માં મવડી મેઈન રોડ, સ્વામીનારાયણ મંદિરની બાજુથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં, મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પ્રભારી ડો. પ્રદીપભાઈ ડવ, મહામંત્રી મૌલિકભાઈ દેલવાડિયા, તેમજ વોર્ડ અગ્રણી જયભાઈ ગજ્જર, કીશનભાઈ ટીલવા, કિરણબેન સોરઠીયા, વિનોદભાઈ સોરઠીયા, શક્તિસિંહ ઝાલા, મહેશભાઈ રાઠોડ, સુરેશભાઈ સોરઠીયા તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ.
વોર્ડ નં-18માં કોઠારીયા મેઈન રોડ, રણુજા મંદિરથી આગળ, નવી પોલીસ ચોકી પાસે, વોર્ડ ઓફીસની બાજુમાંથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પ્રમુખ રાજુભાઈ માલધારી, મહામંત્રી સંજયસિંહ રાણા, દિનેશભાઈ લીંબાસીયા, તેમજ વોર્ડ અગ્રણી જયેશભાઈ લાઠીયા, રાકેશભાઈ રાદડીયા, હિતેશભાઈ ઢોલરીયા, તેલીશભાઈ રાઠોડ, દિનેશભાઈ કીડીયા, શૈલેષભાઈ પરસાણા, મનોજભાઈ પાલીયા, સુરેશભાઈ બોધાણી, સલીમભાઈ દસાડીયા, રમજાનભાઈ જલુ, કાળુભાઈ ઠુમર તેમજ સ્થાનિક
સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ.