મહિલા પોલીસ સ્ટેશન અને સુરક્ષા સેતુ દ્વારા મહિલાના પ્રશ્ર્નોનું નિરાકરણ કરાયું

  •  મહિલા પોલીસ સ્ટેશન અને સુરક્ષા સેતુ દ્વારા મહિલાના પ્રશ્ર્નોનું નિરાકરણ કરાયું
  •  મહિલા પોલીસ સ્ટેશન અને સુરક્ષા સેતુ દ્વારા મહિલાના પ્રશ્ર્નોનું નિરાકરણ કરાયું
  •  મહિલા પોલીસ સ્ટેશન અને સુરક્ષા સેતુ દ્વારા મહિલાના પ્રશ્ર્નોનું નિરાકરણ કરાયું

રાજકોટ તા.10
કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા મહિલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન અને સુરક્ષા સેતુ દ્વારા મહિલાના પ્રશ્ર્નોના નિરાકરણ માટે મહિલા સુરક્ષા સેતુ સેમીનાર યોજાયો હતો. જેમાં દંપતી વચ્ચે ચાલતી ર00 જેટલી તકરારની અરજીઓમાંથી પપ જેટલી અરજીઓનો નિકાલ કરાયો હતો.
મહિલાઓને પતિ સહિતના સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ અપાતો હોવાની મહિલા પોલીસ મથકમાં અનેક અરજીઓ આવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનહરસિંહ જાડેજા અને રવિકુમાર સૈનીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશન અને સુરક્ષા સેતુ દ્વારા મહિલાના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા મહિલા સુરક્ષા સેતુ સેમીનારનું પોલીસ હેડકવાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દંપતી વચ્ચે ચાલતા તકરાર અંગે મહિલા પોલીસમાં આવેલી ર00 જેટલી અરજીઓમાંથી પપ જેટલી અરજીઓનું નિરાકરણ કરી દંપતી વચ્ચે ચાલતા મતભેદનું પોલીસ દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું.