લોકમાન્ય તિલક સ્વીમિંગ પુલમાં કાલે સ્ટેટ એક્વેટીકસ ચેમ્પિયનશીપ યોજાશે

  • લોકમાન્ય તિલક સ્વીમિંગ પુલમાં કાલે સ્ટેટ એક્વેટીકસ ચેમ્પિયનશીપ યોજાશે

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના 200થી વધારે સીનિયર - જુનિયર સ્વીમરો વચ્ચે ટક્કર રાજકોટ તા,10
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, રાજકોટ ડીસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો.ના ઉમેશભાઈ રાજ્યગુરુ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ ડીસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસોશીએસનના સયુંક્ય ઉપક્રમે તા.11/08ના રોજ સવારના 08:30 કલાકે શ્રીલોક્માન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ, રાજકોટ ખાતે 60મો ગુજરાત સ્ટેટ એક્વેટીક્સ ચેમ્પિયનશીપ-2018નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જેમાં યુવરાજ પટેલ, ઓમ સક્સેના, આર્યન પંચાલ, દેવાંશ પરમાર, રાજેન્દ્રસિંહ, રાજ ભાણવાડીયા, કલ્યાણી સક્સેના, સારંગ દોપલ્હી, આરુશી, સિલ્કી નાગપુરે જેવા નેશનલ સ્વીમર પણ ભાગ લેશે તથા સીનીયર તથા જુનિયર સ્વિમરો મળીને આશરે 200 જેટલા સ્વિમરો ભાગ લેશે.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટય અનુસૂચિત ગુજરાત ફાઈનાન્સ બોર્ડના માન.ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય હાજર રહેશે. કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ હાજર રહેશે. તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીયમંત્રી ભાનુબેન બાબરિયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, બાનલેબ્સના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણી, માંધાતાસિંહજી જાડેજા, અગ્રણી ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ હેરભા, ભીમભાઈ કેશવાળા ઉપસ્થિત રહેશે.
તેમજ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક શાસક પક્ષ અજયભાઈ પરમાર હાજર રહેશે.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભ લેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, રાજકોટ ડીસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો.ના ઉમેશભાઈ રાજ્યગુરુ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.