રવિવારે આરોગ્ય વિષયક સેમિનાર

  • રવિવારે આરોગ્ય વિષયક સેમિનાર

રાજકોટ તા,10
અરવિંદભાઈ મણિઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ડો.હર્ષદભાઈ પંડિતના સન્યાશ્રમ નિમિત્તે તા.12ને રવિવારે સાંજે 4થી 6 દરમિયાન ‘પેટ્રીયા સ્યૂટ્સ’, ગોવિંદભાઈ સોલંકીની વાડી પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે આરોગ્ય વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં રાષ્ટ્રીય આરોગ્યના ભેખધારી ડો.હર્ષદભાઈ પંડિત (એમ.વી.એસસી. મેડીસીન) દ્વારા સાંધાના દુ:ખાવા, ડાયાબીટીસ, બાળકોના ડાયાબીટીસને દુર કરવા, કીડનીના પ્રોબ્લેમને દુર કરવા કોઈ પણ જાતની દવા, ખર્ચ વિના વૈજ્ઞાનિક અને ઋષિ - મુનિઓના બતાવેલા ઉપચારોનું વૈજ્ઞાનિક અને સચોટ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવશે.
ડો.હર્ષદભાઈ પંડિતે વર્ષોથી તન-મન-ધનથી સ્વ ખર્ચે દેશ-પરદેશમાં 200થી વધુ આરોગ્ય વિષયક સેમીનારો કર્યા છે. તેમના સેમીનારોના લાભ લેનાર અનેક દર્દીઓ જેઓ વર્ષોથી દર્દથી પીડાતા હતા તેઓ હર્ષદભાઈના માર્ગદર્શન થકી સાજા થઈ ગયાના અનેક કિસ્સાઓ છે. આરોગ્ય વિષયક બુકસ તેઓ સ્વખર્ચે બહાર પાડીને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નિ:શુલ્ક વિતરણ કરીને દેશી દવાનો ખૂબજ પ્રચાર-પ્રસાર કરીને આપણી ઋષી - મુનિઓની બતાવેલ સંસ્કૃતિ તરફ પાછા વાળીને, દેશી દવા એજ ઉત્તમ દવા છે એ બાબત તેઓએ અનેક સેમિનારો દ્વારા સાબિત કરી છે.
તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા જ્હાનવીબેન લાખાણી, સંજયભાઈ મોદી અને ડો.હર્ષદભાઈ પંડિતે જણાવ્યું છે.