તમામ બાળકોને ઓરી-રૂબેલા વિરોધી રસીકરણ કરાવવા મેયરની અપીલ

  • તમામ બાળકોને ઓરી-રૂબેલા વિરોધી રસીકરણ કરાવવા મેયરની અપીલ

રાજકોટ તા,10
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા (સ્વાતંત્ર્ય દિન પર્વ) ઉજવણીનું વોર્ડ નં.-7 માં આયોજન કરવામાં આવેલ છે. જ્યાં માનવી ત્યાં સુવિધા તેને સાર્થક કરવા વિવિધ સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન કરેલ છે. લોકોની સુખાકારી અને રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે વોર્ડ નં.-7માં શાળા નં.-11 નાની રાષ્ટ્રીય શાળા, રાષ્ટ્રીય શાળા મેઈન રોડ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું.
સર્વરોગ નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, મહામંત્રીશ્રી દેવાંગભાઈ માંકડ, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડો. અમીતભાઈ હાપાણી, નેતાશ્રી શાસકપક્ષ દલસુખભાઈ જાગાણી, દંડકશ્રી શાસકપક્ષ અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, સાંસ્ક્રુતિક સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, વોર્ડ નં-07 કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ. મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, કિરીટભાઈ ગોહેલ, મહામંત્રી રમેશભાઈ પંડયા, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, મહામંત્રી રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પુનીતાબેન પારેખ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લિંબડ, સમાજ અગ્રણી અરૂણભાઈ સોલંકી, સમાજ અગ્રણી ભલુભાઈ લોધા, સમાજ અગ્રણી સુરેશભાઈ લોધા, ભાજપ અગ્રણી નટુભાઈ ચાવડા, ભાજપ અગ્રણી વિનોદભાઈ જરોલી, ભાજપ શ્રી મધુભાઈ પાંઉ, રમેશભાઈ જોટાગિયા ખાસ હાજર રહેલ હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી યોજનાની માહિતી આપવામાં આવેલ. તેમજ સરકાર દ્વારા માં અમૃત કાર્ડતથા વાત્સલ્ય કાર્ડ આરોગ્યની સેવા માટે કાઢી આપવામાં આવે છે. આ કાર્ડના માધ્યમથી ઓપરેશન અને સારવાર માટે 3 લાખ જેટલો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા પણ ગરીબ અને પછાત વર્ગમાં આરોગ્યની સેવા મળે તે માટે જુદા જુદા વિસ્તારોમાં નિ:શુલ્ક આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓમાં બાળકોની આરોગ્યની ચકાસણી જુદા-જુદા રસીકરણો આપવામાં આવે છે. તાજેતરમાંજ 9 માસથી 15 માસ સુધીના બાળકને ઓરી રૂબેલા રસીકરણ આપવાની કાર્યવાહી ચાલુ છે. આ રસીકરણમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે. પરંતુ શહેરના તમામ બાળકોને ઓરી રૂબેલા રસીકરણ કરાવવા અપીલ કરેલ હતી.
આ નિદાન અને સારવાર કેમ્પના ઉદઘાટન કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દીક સ્વાગત આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરએ કર્યું હતું. મહેમાનોનું પુસ્તીકાથી સ્વાગત વોર્ડ નં.-7 ના કોર્પોરેટર મીનાબેન પારેખ તથા હિરલબેન મહેતાએ કરેલ હતું. આ કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ, હૃદયરોગ, કીડની, ડાયાલીસીસ વિગેરેના નિષ્ણાંતોએ સેવા આપેલ હતી.
કેમ્પની સાથે વાહકજન્ય રોગચાળા, ટીબી તથા અન્ય સરકારની યોજનાઓ અંગે પ્રદર્શન રાખેલ હતું.