2.59 કરોડના ખર્ચે સિમેન્ટ રોડને મંજુરી

  • 2.59 કરોડના ખર્ચે સિમેન્ટ રોડને મંજુરી


ટેન્ડર પ્રસિધ્ધ થયુ - ઉમિયા ચોકથી બાપા સિતારામ ચોક સુધી
રાજકોટ તા,10
રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારોમાં મહાપાલિકાએ રોડ, રસ્તા સહિતની પાયાની જરૂરિયાતોની કામગીરી હાથ ધરી છે. જેમાં વોર્ડ નં.12માં આવેલ ઉમિયા ચોકથી બાપા સિતારામ ચોક સુધીમાં સિમેન્ટ રોડને મંજુરી આપી ટેન્ડર પ્રસિધ્ધ કર્યું છે.
વોર્ડ નં.12માં 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ ઉમિયા ચોકથી મવડી મેઈન રોડ ઉપર આવેલા બાપા સિતારામ ચોક સુધીનો રોડ વોંકળો છે ચોમાસા દરમિયાન આ રોડ ઉ5રથી પાણી વહે છે જેના કારણે ડામર રોડનું કામ દર વર્ષે કરવું પડે છે. આ રોડને જોડતી 130થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ વર્ષોથી આ સમસ્યા સહન કરી રહ્યા છે. મનપાએ વર્ષ 2018-19ના બજેટમાં ઉપરોકત રોડ સિમેન્ટનો બનાવવા માટે નાણા ફાળવેલા જે અંતર્ગત ચોમાસા બાદ સિમેન્ટ રોડનું કામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મ્યુ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ કે બજેટમાં નાણાની જોગવાઈ થયેલ છે તે મુજબ 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ ઉમિયા ચોકથી બાપા સિતારામ ચોક સુધીના રસ્તા ઉપર 2.59 કરોડના ખર્ચે સિમેન્ટનો રોડ બનાવવામાં આવશે. જેનુ ટેન્ડર તા.9ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. ટેન્ડરની છેલ્લી તા.29/8 છે. ટેન્ડર ખુલ્યા બાદ સિમેન્ટ રોડ માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં સિમેન્ટ રોડનું કામ શરૂ કરવામાં આવશે.