મનપાના તમામ કોમ્યુનીટી હોલમાં એકસીનેશન મુકાશે ઓડીટોરીયમમાં હાલમાં ફાયર સીસ્ટમ ચાલુ છે તે મુજબની મુકાશે

  • મનપાના તમામ કોમ્યુનીટી હોલમાં એકસીનેશન મુકાશે ઓડીટોરીયમમાં હાલમાં ફાયર સીસ્ટમ ચાલુ છે તે મુજબની મુકાશે


રાજકોટ, તા. 10
રાજકોટ શહેરમાં આગજનીના બનાવ સમયે ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાતી હોય છે ગઈકાલે ગુરૂપ્રસાદ ચોક ખાતે આવેલ મહાપાલીકાના લગ્ન હોલમાં ગેસ લીકેજના કારણે આગ લાગતા તાત્કાલીક ધોરણે આગ કાબુમા આવી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી આ બનાવના પગલે મ્યુ.કમિશ્ર્નરે તમામ કોમ્યુનીટી હોલનો સર્વે કરાવી ફાયર વિભાગને એકસીનેસન સીસ્ટમ મુકવાનો આદેશ કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલીકાના ફાયર વિભાગ દ્વારા શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગો તેમજ શાળા-કોલેજ, હોસ્પીટલો સહિતના સ્થળોએ ફાયર સામગ્રીનું ચેકીંગ હાથ ધરાતુ હોય છે પરંતુ મહાનગરપાલીકાના કોમ્યુનીટી હોલમાં દિવા નીચે અંધારૂ હોય તેમ ગઈકાલની આગની ઘટના ઉપરથી સાબીત થયુ હતું. લગ્ન પ્રસંગે એકજ હોલમાં મોટી સંખ્યામાં લોકો એગઠા થતા હોય છે ત્યારે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ તો કેવી પરિસ્થિતિ ઉભી થાય તેવો વિચાર માત્રથી કંપારી છુટી જાય છે આથી તમામ કોમ્યુનીટી હોલમાં સુરક્ષાના સાધનો સંપૂર્ણ હોવા જોઈએ તેવુ કમિશ્ર્નરે જણાવ્યુ હતું.
મ્યુ.કમિશ્ર્નરે ફાયર વિભાગને આદેશ કરી મહાપાલીકા હસ્તકના તેમજ અન્ય પ્રાઈવેટ લગ્ન હોલનું ચેકીંગ કરાવી તમામ સ્થળે અગ્નિ શામક સાધનો ફરજીયાત કરવાની સુચના આપી છે અને સાથોસાથ મનપાના તમામ કોમ્યુનીટી હોલમાં એકસીનેસન મુકવાના આદેશ જારી કર્યા છે.