રેલનગરમાં રસોઈ બાબતે પતિ સાથે ઝઘડો થતા પરિણીતાએ ઝેર પીધુ

  • રેલનગરમાં રસોઈ બાબતે પતિ સાથે ઝઘડો થતા પરિણીતાએ ઝેર પીધુ


લાતીપ્લોટમાં જુની
અદાવતમાં
પાડોશીઓએ
યુવાનને ધોકાવ્યો
રાજકોટ તા,10
રેલનગર વિસ્તારમાં રસોઈ બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેણીને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
બનાવ અંગે મળતી વિગત અનુસાર રેલનગરના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી કોમલબેન સંજયભાઇ સાડમીયા નામની 25 વર્ષની દેવીપુજક પરિણીતાને રસોઈ બનાવવા બાબતે પતિ અજય સાડમીયા સાથે ઝઘડો થયો હતો. તેણીને માઠુ લાગતા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જયારે બીજા બનાવમાં લાતી પ્લોટમાં રહેતા મનસુખ કાળુભાઇ બાવરીયા (ઉ.વ.25)ને જુની અદાવતનો ખાર રાખી પાડોશમાં રહેતા રમેશ નાથા બાવરીયા સહિત છએક શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બીડીવીઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.