બાબા બુઢા અમરનાથની યાત્રાએ 14મીએ સૌરાષ્ટ્રનાં યાત્રાળુઓ કરશે પ્રસ્થાન

  • બાબા બુઢા અમરનાથની યાત્રાએ 14મીએ સૌરાષ્ટ્રનાં યાત્રાળુઓ કરશે પ્રસ્થાન
  • બાબા બુઢા અમરનાથની યાત્રાએ 14મીએ સૌરાષ્ટ્રનાં યાત્રાળુઓ કરશે પ્રસ્થાન

રાજકોટ તા.10
સુપ્રસિધ્ધ બાબા બુઢા અમરનાથની યાત્રાનો 16મી ઓગસ્ટથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટથી તા.14મીએ સૌરાષ્ટ્રનાં યાત્રાળુઓ પ્રસ્થાન કરશે. યાત્રા અંગે વિગતો આપવા આજરોજ વિહિપનાં આગેવાનો અને યાત્રાળુઓ ગુજરાત મિરર કાર્યાલયે પધાર્યા હતા.
બજરંગદળ દ્વારા આયોજીત બુઢા અમરનાથ યાત્રા તા.14, 1પ ઓગસ્ટ સૌરાષ્ટ્રભરમાંથી અનેક યાત્રાળુઓ જમ્મુ જવા માટે રવાના થશે. આ યાત્રા મહાન ઋતુ પુલત્સ્યની તપોભૂમિ ઉચ્ચ વિસ્તારમાં પુલત્સ્ય નદીના કિનારે આ સ્થાન આવેલું છે. બુઢા અમરનાથનું શીવલીંગ ચકમક સ્ફટીક પથ્થરનું છે. આ યાત્રા શ્રાવણ માસના બજરંગદળ દ્વારા સંપૂર્ણ દેશના દરેક રાજ્યના લોકો અલગ-અલગ તારીખે આ યાત્રામાં હર્ષભેર જોડાઇ જેમના દર્શન માત્રથી જીવનમાં કયારેય પણ બુઢાપો ન આવે તેવા બુઢા અમરનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ યાત્રા તા.16 ઓગસ્ટથી તા.રપ ઓગસ્ટ દરમ્યાન યોજાવાની છે જેમાં 16 ઓગસ્ટ સાંજે 4 વાગ્યે ઉદ્દઘાટન સમારોહમાં સૌરાષ્ટ્ર પ્રાંત, ઉત્તર બિહાર, તામીલનાડુ, કેરલના શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેશે અને યાત્રાના પ્રથમ જથ્થામાં પ્રસ્થાન કરશે. આ યાત્રાના રાષ્ટ્રીય સંયોજક સૂર્યનારાયણજી યાત્રા ઇન્ચાર્જ તરીકે જમ્મુ બેઇઝ કેમ્પમાં રહેવાના છે.
યાત્રાના પ્રથમ દિવસે સવારે સુંદર બની રાજોરી અને પુછમાં રાત્રીરોકાણ યાત્રાના બીજા દિવસે સવારે બુઢા અમરનાથ અને બુઢા અમરનાથથી રાજોરી સુંદર બની રાત્રી રોકાણ ત્રીજે દિવસે સવારે શીવખોડી દર્શન ત્યાંથી જમ્મુ પરત.
પ્રતિવર્ષીય યોજાતી આ યાત્રામાં સંપૂર્ણ ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં યાત્રીકો ભાગ લઇ રહ્યા છે ત્યારે હજુ પણ કોઇપણ યાત્રીકોએ યાત્રામાં આવવું હોય તો 8-મીલપરા, વિહીપ કાર્યાલય, સૌરાષ્ટ્ર પ્રાંત યાત્રા ઇન્ચાર્જ નવનીતભાઇ ગોહેલ મો.નં.9726697750 ને પોતાનું નામ નોંધાવી યાત્રામાં જોડાઇ શકશે.
આજરોજ બુઢા અમરનાથ યાત્રામાં જનાર યાત્રાના ઇન્ચાર્જો રૂબરૂ પ્રેસ મુલાકાતે શિવદતભાઇ, નરસિંહભાઇ, નરેન્દ્રભાઇ, ઘનશ્યામભાઇ, હેમલતાબેન, નટવરલાલ, ગુણવંતભાઇ, સંજયભાઇ, પ્રભાતભાઇ ડાંગર, હરેશભાઇ ગોહેલ, નીકેતનભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.