ફ્રિડમ યુવા ગ્રૂપની ટીમને આશિર્વાદ પાઠવતા રાષ્ટ્રીય સંત 5ૂજય નમ્રમુનિ મહારાજ

  • ફ્રિડમ યુવા ગ્રૂપની ટીમને આશિર્વાદ પાઠવતા રાષ્ટ્રીય સંત 5ૂજય નમ્રમુનિ મહારાજ

પૂજય નમ્રમુનિ મહારાજને ફ્રિડમનો સ્મૃતિગ્રંથ સંવેદના અર્પણ કર્યો
રાજકોટ, તા.10
રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં સતર વર્ષ બાદ ચાતુર્માસ અર્થે પધારેલા યુગ દિવાકર, રાષ્ટ્રીય સંત પૂજય નમ્રમુનિ મહારાજનાં દર્શનાર્થે તાજેતરમાં ફ્રિડમ યુવા ગૃપનું પ્રતિનિધિ મંડળ જૈન અગ્રણી ઉપેનભાઇ મોદીની સાથે ગયેલ હતું. રાષ્ટ્રીય સંત પૂજય. નમ્રમુનિ મહારાજે મુલાકાત દરમ્યાન ફ્રિડમના પ્રતિનિધી મંડળને સંસ્થાની સેવાકીય પ્રવૃતિ માટે બિરદાવી જણાવ્યું હતું કે આપની સંસ્થા ગાંધી વિચાર આધારિત છેવાડાનાં વંચીતો, પીડીતોની સેવા કરે છે જે પ્રસંશનીય છે અને આપની સેવાની સુવાસ સીમાડાઓ ઓળંગે અને હજુ સત્યની રાહ પર વધુને વધુ સેવાકીય કાર્યોને વેગવંતા બનાવો તેવા અંત:કરણનાં આશિર્વાદ પાઠવ્યા હતાં.
આ તકે ઉપેનભાઇ મોદીએ જણાવ્યું કે ફ્રિડમ યુવા ગૃપ દ્વારા પ્રતિવર્ષ ગાંધી જયંતિએ દેશભરમાં એક માત્ર ગાંધી વિચાર યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે દ્વારા સમાજમાં ગાંધી વિચારનો પ્રચાર-પ્રસાર અને સકારાત્મક ઉર્જા ફેલાવવામાં આવે છે.
ત્યાર બાદ પૂજય નમ્રમુનિ મહારાજે ફ્રિડમ યુવા ગૃપની ટીમને પુન: આશીર્વાદ આપતા કહ્યું કે આપની સેવાકીય પ્રવૃતિ ખૂબ જ ફૂલેફાલે આપનો સેવાનો વ્યાપ હજુ પણ વધુ વિસ્તરે તેમ જણાવ્યું હતું.
આ મુલાકાતવેળાએ સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરા, સંજય પારેખ, કિરિટ ગોહેલ, ચંદ્રેશ પરમાર, નીમેશ કેસરીયા, અલ્પેશ ગોહેલ, ધવલ પડીઆ, સહિતનાઓ હાજર રહ્યાં હતાં અને પૂજય નમ્રમુનિ મહારાજને સંસ્થાની સેવાયાત્રાનાં બે દાયકાની માહિતી આપતો સ્મૃતિગ્રંથ સંવેદના અર્પણ કર્યો હતો.