રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર સતીષજી મરાઠેની આરબીઆઈના ડિરેક્ટર પદે વરણી બેન્કના સંચાલક મંડળના સદસ્યોની રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની જવાબદારી નિભાવવાની પરંપરા જાળવી

  • રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર સતીષજી મરાઠેની આરબીઆઈના ડિરેક્ટર પદે વરણી બેન્કના સંચાલક મંડળના સદસ્યોની રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની જવાબદારી નિભાવવાની પરંપરા જાળવી

રાજકોટ તા,10
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં ડિરેકટર અને સહકારી અગ્રણી સતીષજી મરાઠેની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાનાં સેન્ટ્રલ બોર્ડમાં નિયુક્તી થવાથી બેન્કનું નામ દેશભરમાં રોશન થયું છે.સતીષજી મરાઠેનો પરિચય આપીએ તો, હાલમાં તેઓ નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી)નાં ડિરેકટર, નેશનલ કાઉન્સીલ ફોર કો-ઓપરેટીવ ટ્રેનીંગ (એનસીસીટી)નાં એક્ઝીક્યુટીવ મેમ્બર, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં ડિરેકટર, થાણે ભારત સહકારી બેન્ક લિ.નાં એક્સપર્ટ ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.
સતીષજીએ 1995થી 1995 સુધી મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ કાઉન્સીલનાં મેમ્બર, એપેક્ષ બેન્ક ઓફ અર્બન બેન્કસ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા લી.નાં ડિરેકટર, નેશનલ યુથ કો-ઓપરેટીવ સોસાયટી લિ. (મલ્ટી-સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપ. સોસાયટી)નાં ડિરેકટર, 2001માં ઇન્ડીયન બેન્કસ એસોસીએશનનાં માનદ સેક્રેટરી, મેનેજીંગ કમીટીનાં મેમ્બર તરીકે બે ટર્મ સુધી, કમીટી ઓફ ઇકોનોમીસ્ટનાં મેમ્બર, 2001માં મહારાષ્ટ્ર સરકારની વીક એન્ડ સીક અર્બન કો-ઓપરેટીવ બેન્કસની હાઇ-પાવર કમીટીનાં મેમ્બર, 2005-2006માં પ્રાઇવેટ સેકટર બેન્કસ એસોસીએશનનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી છે. તેઓએ નાણામંત્રી સાથે કો-ઓપરેટીવ સેકટરની પ્રિ-બજેટ મીટીંગમાં વર્ષો સુધી પ્રતિનિધિત્વ ર્ક્યું છે.
વધુ ગૌરવની વાત એ છે કે, 2015માં ઇફકો દ્વારા સહકારિતા રત્ન એવોર્ડ એનાયત થયો છે અને મહારાષ્ટ્રમાંથી એવોર્ડ વિજેતા એકમાત્ર સતીષજી મરાઠે છે.
સતીષજીએ તેમની કારકિર્દીની શરૂઆત બેન્ક ઓફ ઇન્ડીયાથી કરી. ત્યારબાદ ચેરમેન અને સીઇઓ તરીકે ધ યુનાઇટેડ વેર્સ્ટન બેન્ક લિ. અને જનકલ્યાણ સહકારી બેન્ક લિ.નાં સીઇઓ તરીકે કાર્ય કરેલું છે.હરહંમેશ તરોતાજા લાગતાં, 68 વર્ષનાં સતીષજી યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે કાર્ય કરતાં, સરકારી-ખાનગી અને સહકારી ક્ષેત્રનાં બહોળો અનુભવનો સમન્વય સાધી સતત સક્રિય રહે છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં સંચાલક મંડળમાં કાર્યરત મહાનુભાવોએ સમયાંતરે વિવિધ હોદાઓ ઉપર રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી અદા કરી છે અને હાલમાં કરી રહ્યા છે. જેમાં અરવિંદભાઇ મણીઆર, વજુભાઇ વાળા, કેશુભાઇ પટેલ, પ્રો. લલિતભાઇ મહેતા, ટપુભાઇ લીંબાસીયા, પ્રવિણભાઇ માકડીયા, જ્યોતીન્દ્રભાઇ મહેતા, સતીષજી મરાઠે વગેરેનો સમાવેશ થાય છે.