જિલ્લા ભાજપ કાર્યાલયે લોકસભા કોલ સેન્ટરનો પ્રારંભ

  • જિલ્લા ભાજપ કાર્યાલયે લોકસભા કોલ સેન્ટરનો પ્રારંભ

આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીને પ્રારંભ કરાવ્યો
રાજકોટ તા,10
રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ લોકસભા જીલ્લાના મતવિસ્તારો અને કાર્યકર્તા સોશ્યલ મીડિયા થકી માહિતીની ઝડપી આપ-લે કરી શકે તે માટે થઇ આજરોજ રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જીલ્લાના લોકસભાના પ્રભારી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નરહરિભાઈ અમીનના વરદ હસ્તે લોકસભા કોલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે રાજકોટ લોકસભાના પ્રભારીશ્રી પુષ્પદાનભાઈ ગઢવી, શ્રીમતિ અમીબેન પરીખ, શ્રી પ્રદીપભાઈ ખીમાણી તેમજ રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા, 71 રાજકોટ ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા અને જીલ્લા આઈ.ટી. ઇન્ચાર્જ હિરેનભાઈ જોશી હાજર રહ્યા હતા.
આ તકે નરહરિભાઈ અમીને આઈ.ટી. ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ લોકસભા ચૂંટણી અંતર્ગત કોલ સેન્ટર શરુ થયેલ છે. જે ખુબ જ આવકારદાયક છે. કોલ સેન્ટરથી મતદારો સાથે તેમજ કાર્યકર્તાઓ સાથે સરકારશ્રીની યોજનાઓનો ઝડપી પ્રચાર-પ્રસાર થઇ શકે છે. જીલ્લા આઈ.ટી. ટીમની ઉત્તમ કામગીરી બિરદાવી હતી.
આ તકે ડિ.કે.સખીયા તથા ભાનુભાઈ મેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોરબંદર લોકસભા કોલ સેન્ટરનો શુક્રવારે વિધિવત પ્રારંભ કરવામાં આવશે. બંને લોકસભા કોલસેન્ટરના જીલ્લા આઈ.ટી. સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ હિરેનભાઈ જોશીને જવાબદારી સોંપવામાં આવેલ છે. જે કોલ સેન્ટરો તેમના દેખરેખ હેઠળ કાર્યરત રહેશે. જીલ્લા ભાજપાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ તથા જીલ્લાના તમામ હોદેદારોએ આઈ.ટી.સોશ્યલ મીડિયા ટીમને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની યાદીમાં જણાવ્યું છે.