મહિલાના પેટમાંથી સાડા છ કિલોની ગાંઠ કાઢવાનું સફળ ઓપરેશન

  • મહિલાના પેટમાંથી સાડા છ કિલોની ગાંઠ કાઢવાનું સફળ ઓપરેશન

રાજકોટ તા,10
સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિધ્ધ અને એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અને સુવિધા પૂરી પાડનાર રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં ભચાઉના રહેવાસી દક્ષાબેન પરમાર (ઉ.24) જે પેટમાં સખત દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલ હતા.
દક્ષાબેનને બે બાળકો છે જેમાં બે વર્ષનો પુત્ર અને 3 મહિનાની પુત્રી છે. બીજી પ્રસુતિ વખતે જ દક્ષાબેનના ગર્ભાશયમાં ગાઠ હોવાનું માલૂમ પડેલ હતું પરંતુ ડીલીવરીની સાથે આ ગાંઠ કાઢવાનું ઓપરેશન ખુબ જ જોખમ ભર્યુ હતું. એટલે જ જે તે વખતે ગાંઠનું ઓપરેશન કરવામાં આવેલ ન હતું. પરંતુ બીજુ બાળક 3 માસનું થયા બાદ દક્ષાબેનનું પેટ એકદમ ફુલાયેલુ અને પેટમાં સખત દુખાવો રહ્યા કરતો હતો. જેથી તાત્કાલીક દક્ષાબેનને અંજારથી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં વરિષ્ઠ ગાયનેકોલોજીસ્ટ ડો.જીજ્ઞાબેન ગણાત્રાની સારવારમાં ખસેડવામાં આવેલ.
આ અંગે માહિતી આપતા ડો.જીજ્ઞાબેન ગણાત્રાએ જણાવેલ હતું કે આ પ્રકારની ગાંઠને તબીબી ભાષામાં મ્યુસીનસ સીસ્ટેડીનોમા કહેવાય છે. સમયસરના નિદાન અને ચીવટભરેલા ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવેલ આ ગાંઠ 25 સે.મી. 25 સે.મી. અને સાડા છ કીલોના વજનની હતી. ખુબ જ ગંભીર પ્રકારનો આ કેસ હોવા છતાં અદ્યતન સાધનોની સજ્જ અને નિષ્ણાંત તબીબોના કારણે વોકહાર્ટ હોસ્પિટલમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ. માત્ર 3જ દિવસના રોકાણ બાદ તંદુરસ્ત અવસ્થામાં દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ. સચોટ નિદાન અને નિપુણતાભરી સારવાર જો દર્દીને પ્રાપ્ત થાય તો દર્દી ચોક્કસ નવજીવન પ્રાપ્ત કરી શકે છે તેનું ઉદાહરણ છે. દર્દીની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોવાથી અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટ તરફથી તેમને આર્થિક સહાય કરવામાં આવી હતી.