વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

  • વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

રાજકોટ તા.10
વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ અને રાજકોટ મહાનગરપાલીકા અને યુ.એલ.એમ. પ્રોજેકટના સંયુકત ઉપક્રમે ભારત સરકાર દ્વારા હાલ શહેરી ગરીબ વર્ગના યુવાન અને યુવતીઓ માટે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન પ્રોજેકટ ચલાવવામાં આવે છે. આ પ્રોજેકટના ભાગરૂપે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેમાં ટ્રસ્ટ દ્વારા તાલીમ પૂર્ણ કરેલ લાભાર્થીઓને તાલીમ બાદ નોકરી અથવા સ્વરોજગાર માટે મદદરૂપ બની તાલીમાર્થીઓને આજીવિકાની તકો પુરી પાડવામાં આવે છે.
આ તાલીમ પૂર્ણ કરેલ મહિલા લાભાર્થીઓને રાજકોટ મહાનગરના અધિકારીઓ અને વાત્સલ્ય ટ્રસ્ટના ટ્રસ્ટીઓના હસ્તે નોકરીના ઓફર લેટરનું વિતરણ કરી હાલ સરકાર દ્વારા ચલાવવામાં આવતા મહિલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલીકાના સિનિયર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર જીતુભાઇ વ્યાસ, નયનાબેન પરમાર, મેનેજર જીજ્ઞાશાબેન રાવલ અને વાત્સલ્ય ટ્રસ્ટના પ્રમુખ જયદીપભાઇ કાચા, ઉપપ્રમુખ જયશ્રીબેન વોરા, નૈનેશભાઇ નાનાણી, ભરતભાઇ રાબા અને રાધિકાબેન ઉપસ્થિત રહ્યા હતા.