પૂજ્ય તારાચંદ મુનિની પાવન નિશ્રામાં નાની ખાખર ગામે કોમી એકતાના ઉદાહરણરૂપ દર રવિવારે બાલ સંસ્કાર શિબિરનું આયોજન

  • પૂજ્ય તારાચંદ મુનિની પાવન નિશ્રામાં નાની ખાખર ગામે કોમી એકતાના ઉદાહરણરૂપ દર રવિવારે બાલ સંસ્કાર શિબિરનું આયોજન

રાજકોટ તા.10
માંડવી તાલુકાના નાની ખાખર ગામે ચાતુર્માસ ગામના કાર્યવાહક પૂ.તારાચંદમુની પૂ.પ્રશાંતમુનિ અને પૂ.સમર્પણમુનિની પાવન નિશ્રામાં જ્ઞાતિના ભેદભાવ વગર તમામ જ્ઞાતિના 9 થી 18 વર્ષના બાળકો માટે જૈન ઉપાશ્રયમાં તાજેતરમાં બાલ સંસ્કાર શિબિરનો શુભારંભ થયો હતો.
મોટી ખાખરનાં દાતા ગુણવંતીબેન મનસુખભાઇ કેનીયાના સૌજન્યથી યોજાયેલી પ્રથમ બાલસંસ્કાર શિબિરને ગામના ક્ષત્રિય સમાજના અગ્રણીએ મહિપતસિંહ જાડેજા, ચંદ્રકાંતભાઇ, ટ્રસ્ટી નગીનભાઇ અને લક્ષ્મીચંદભાઇ તેમજ દામજીભાઇએ દીપ પ્રાગટય કરી બાલસંસ્કાર શિબિરને ખુલ્લી મુકી હતી.
આ બાલસંસ્કાર શિબિરમાં ગામના તમામ જ્ઞાતિના 64 બાળકો જોડાયા હતા. ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે બપોરના 3 થી પ દરમ્યાન તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિરોનું આયોજન કરવામાં આવશે. શિબિરનું સંચાલન પૂ.પ્રશાંતમુનિ કરી રહ્યા છે.
જ્ઞાતિના ભેદભાવ વગર, તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિરનું આયોજન કરીને જૈન સંતોએ કોમી એકતાનું દ્રષ્ટાંત પુરૂ પાડેલ હોવાનું પૂ.નરેશમુનિ પ્રેરીત વ્યસનમુકિત અભિયાનના મંત્રી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.