ઓનલાઈન પ્લાનની ગાડી પાટે ચડી, 4 સોફટવેર કાર્યરત કરાયા

  • ઓનલાઈન પ્લાનની ગાડી પાટે ચડી, 4 સોફટવેર કાર્યરત કરાયા
  • ઓનલાઈન પ્લાનની ગાડી પાટે ચડી, 4 સોફટવેર કાર્યરત કરાયા

રાજકોટના 145 સહિત રાજયભરના 2300 હાઈરાઈઝ પ્લાન અટકયા
રાજકોટ તા. 10
રાજય સરકાર દ્વારા બિલ્ડીંગ પ્લાન પ્રક્રિયા 1 એપ્રિલથી ઓનલાઈન બનાવી છે તમામ પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી યોજના શરૂ થતા જ સોફટવેરમાં અનેક ક્ષતીઓ આવતા બિલ્ડર લોબીમાં દેકારો બોલી ગયો હતો અને શહેરી વિકાસ મંત્રાલયને આ બાબતી ફરિયાદ થયા બાદ સોફટવેર કંપનીના અધિકારીઓએ રાજકોટ બિલ્ડર એસો. સાથે મીટીંગ યોજી ઓનલાઈન પ્રક્રિયામાં થતી સમસ્યાઓની જાણકારી મેળવી હતી છતા કંપની દ્વારા યોગ્ય ન થતા ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલ મહાનગરપાલીકાના પીપીઓની મીટીંગમાં બિલ્ડર એસો.ને હડતાલની ચીમકી આપતા સરકારે તાત્કાલીક ધોરણે લોડ ઓછો કરવા 4 સોફટવેર ચાલુ કરવાનો હુકમ કર્યો છે.
મ્યુ.કમિશનર બંછાનીધી પાનીના જણાવ્યા મુજબ 4 સોફટવેર શરૂ થઈ જતા લોકેશન, પેમેન્ટ, સર્વે નંબર સહિતના પ્રશ્ર્નો હલ થઈ ગયા છે જયારે સિગ્નલેચર અને અન્ય બાબતો માટે બિલ્ડરો અને આર્કીટેકના અભિપ્રાય જાણવા માટે આજરોજ સાંજે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. હાલ રાજકોટના 145 થી વધુ હાઈરાઈઝ પ્લાનને મંજુરી મળી નથી ત્યારે આગામી દિવસોમાં તમામ પ્લાન મંજુર થઈ જવાની શકયતા કમિશ્ર્નરે જણાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઈન પ્લાન સબમીટ થવાની પ્રક્રિયામા સોફટવેરના છબરડાઓ બહાર આવ્યા હતાં જેમાં ગોંડલ રોડ પર પ્લાન સબમીટ કરતા આ પ્લાન ગોંડલ શહેરમાં મંજુર થતો હતો તેમજ નવા રાજકોટમાં અનેક સર્વે નંબરો સોફટવેરમાંથી ગાયબ થઈ જતા આ પ્રકારના સ્થળ કયાં શહેરમાં ગણવા તેની મથામણ ઉભી થઈ હતી. જે બાબતે બિલ્ડર એસો.એ અનેક વખત સરકારમાં રજૂઆત કરી હતી તેમજ સુરત ખાતે આવેલ સોફટવેર કંપનીના અમુક અધિકારીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા હતાં. છતા સમશ્યાનો ઉકેલ
ન આવતા ગઈકાલે બિલ્ડર એસો. અને આર્કીટેક દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેના પગલે આજે 4 સોફટસેર કાર્યરત કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાપાલીકા ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવેલ કે અગાઉ મેન્યુઅલી કામગીરી થતી હતી તેમજ મનપાના સોફટવેર દ્વારા થતી કામગીરીમાં કયારેય પણ અવરોધ આવ્યો નથી અને રેગ્યુલર પ્લાન મંજુર થતા હતા પરંતુ રાજય સરકારના સોફટવેરમાં અનેક ક્ષતીઓ જાણવા મળતા આ સમશ્યા ઉભી થઈ છે તેમજ સોફટવેર કંપની દ્વારા ઓનલાઈન પ્લાન સબમીટની ટ્રાયલબેજ કામગીરી ન કરાતા તેમજ તાત્કાલીક ઉતાવળ કરીને અમલવારી શરૂ કરી દેતા તમામ સમશ્યા ઉભી થઈ છે.