325 યુનિ.ના સંશોધન સાહિત્યનો વણવપરાયેલો ખજાનો ખુલ્લો મુકાશે

  • 325 યુનિ.ના સંશોધન સાહિત્યનો  વણવપરાયેલો ખજાનો ખુલ્લો મુકાશે

રાજકોટ, તા.10
ભારત સરકાર માનવ સંશાધન મંત્રાલય અંતર્ગતમાં યુ.જી.સી.ના ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ઇન્ફોર્મેશન એન્ડ લાયબ્રેરી નેટવર્ક (ઈંગઋકઈંઇગઊઝ) ગવર્નીગ બોર્ડની ગાંધીનગર ખાતેની મળેલી બેઠકમાં ઇન્ફલીબનેટ પાસે ઉપલબ્ધ તમામ સંદર્ભો અને માહિતી સીધી જ વ્યક્તિગત રીતે જે તે વિદ્યાર્થીઓને મળી રહે તે દિશામાં તત્કાલ કાર્યવાહી કરવા માટેનો ઐતિહાસિક નિર્ણય કરાયો છે. અને આ સંદર્ભમાં ટેકનોલોજી પ્રસ્થાપિત કરવાની કાર્યવાહી હાથ ધરવા અર્થે નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 14મી ઓગષ્ટના રોજ માનવ સંશાધન વિકાસ મંત્રાલય- ન્યૂ દિલ્હી ખાતે નેશનલ સ્ટેયરિંગ કમિટિ ઇ શોધ સીંધુ-2018 મળનાર છે. જેમાં બોર્ડનું પ્રતિનિધિત્વ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો.ડો.કમલેશ જોશીપુરા પણ કરનાર છે.
ઇન્ફલીબનેટ ગવર્નીગ બોર્ડની મિટિંગ દિલ્હી ઇન્દ્રપ્રસ્થ ટેકનોલોજીના પ્રો. યોગેશ સિંઘના અધ્યક્ષ સ્થાને મળેલી હતી અને ઇન્ફલીબનેટના ડાયરેક્ટ જગદીશ અરોરાએ ઇન્ફલીબનેટ પાસે ઉપલબ્ધ માહિતીની વિગતો રજૂ કર્યા પછી દેશભરમાંથી આવેલ નિષ્ણાંતો અને અગ્રણી શિક્ષણવિદોએ વર્તમાનમાં સ્ટેટ યુનિવર્સિટીઓ તેમજ સેન્ટ્રલ યુનિવર્સિટીઓના માધ્યમથી ઉપલબ્ધ સંદર્ભો અને માહિતીઓનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરી શકે છે, તેની સાથોસાથ વિદ્યાર્થીઓ સીધું જ રજીસ્ટ્રેશન કરાવી શકે છે તેવો ખૂબ જ મહત્વપૂર્ણ અને દૂરોગામી અસર પાડનારો નિર્ણય લેવા હિમાયત કરવા આવી હતી જેનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવાની સાથે માનવ સંશાધન વિકાસ મંત્રાલય ખાતે 14મી ઓગષ્ટની મીટીંગમાં વિધિસર નિર્ણય લેવાય તે અર્થે પ્રયત્ન કરવામાં આવનાર છે. વર્તમાનમાં ઇન્ફલીબનેટ પાસે શોધગંગા ના માધ્યમ થી 325 યુનિવર્સિટીની એક લાખ નેવું હજાર જેટલી થીસીસ, શોધ ગંગોત્રી પાસે ચાર હજારથી વધારે રીસર્ચ સોનોપ્સીસ અને ઇ.પી.જી. પાઠશાલા 18 હજારથી વધારે ઇટેક્ષ, વિડિયો તેમજ વિદ્યામિત્ર દ્વારા ઓનલાઇન લર્નીગ પટેલ અસ્તિત્વમાં છે જેમાં 62 હજારથી વધારે સેલ્ફ લર્નીગ વિડિયો અને 45 હજાર કરતા વધારે ઇટેક્ષ ઉપલબ્ધ છે, દેશભરમાંથી આવેલ વિદ્વાનોએ ખાસ કરીને આટલી મોટી રીપોઝીટરી હોવા છતાં અનુસ્તાનક વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકો સુધી પૂરતા પ્રમાણમાં પહોંચતી નથી. તેને કારણે અપેક્ષાકૃત ઉપયોગ થઇ શકતો નથી તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
ગાંધીનગર ખાતેની મીટીંગમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલયના પ્રતિનિધિ, યુ.જી.સી. જોઇન્ટ સેક્રેટરી સુ. મંજુ સિંઘ તેમજ અન્ય રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો ઉ5સ્થિત રહ્યાં હતાં. 14 ઓગષ્ટના રોજ નવી દિલ્હી ખાતેની મીટીંગમાં ગાંધીનગરની મીટીંગનો વિસ્તૃત અહેવાલ રજૂ કરી અને આ દિશામાં નિર્ણય લેવામાં આવનાર છે.