બાકી રહેતા બાળકોને ઓરી-રુબેલા રસીકરણ કરાવો: કમિશનરની અપીલ

  • બાકી રહેતા બાળકોને  ઓરી-રુબેલા રસીકરણ  કરાવો: કમિશનરની અપીલ

રાજકોટ તા.10
ગુજરાત રાજ્યમાં 16 જુલાઇથી પ્રારંભ થયેલ આરોગ્યલક્ષી કાર્યક્રમ "ઓરી અને રુબેલા રસીકરણ અભિયાનનું રાજકોટ મહાનગર પાલિકાના વિસ્તારમાં તાલીમબધ્ધ સ્ટાફ દ્વારા 800થી વધારે શાળાઓમાં 9 માસથી 15 વર્ષના બાળકોને ઓરી અને રુબેલા રસીકરણ અભિયાન સઘન રીતે ચાલી રહ્યું છે. જેમાં આજ રોજ એસ.એન.કે. સ્કૂલમાં મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ પોતાની પુત્રીને શાળામાં ઓરી અને રુબેલા રસીકરણ કરાવી આ અભિયાન વિશ્ર્વસનીયતા અને સલામતી અંગે આ અભિયાનને ટેકો આપેલ છે. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરએ રાજકોટવાસીઓને 9 માસથી 15 વર્ષના તેમના વ્હાલસોયાને ઓરી અને રુબેલા રસીકરણ કરાવવા અપીલ કરેલ હતી. રાજકોટ શહેરને ઓરી અને રુબેલા મુક્ત કરવા જાહેર જનતાને સહકાર આપવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ છે.
મ્યુ. કમિ. બંછાનિધિ પાનીના સતત માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે આ અભિયાનની તૈયારી તથા લોકજાગૃતિમાં શ્રેષ્ઠ કામગીરી કરી 16 જુલાઇથી શાળામાં
ચાલુ થયેલ રસીકરણને સુવ્યવસ્થિત તથા સલામત રીતે અમલીકરણ ચાલુ કરેલ છે. આજ રોજ સુધીમાં રાજકોટ મહાનગર પાલિકાની 175 વેકસીનેટર ટીમ દ્વારા કુલ 2,33,151 બાળકોને એટલે કે 66.48% કામગીરી પૂર્ણ કરેલ છે.