ઇમિટેશનના કારખાનાની ચોરીનો ભેદ ઉકેલાયો: 2.24 લાખનો મુદ્દામાલ કબજે

  • ઇમિટેશનના કારખાનાની ચોરીનો ભેદ ઉકેલાયો: 2.24 લાખનો મુદ્દામાલ કબજે

 કર્મચારીએ જ
ત્રણ સાગરીતો
સાથે મળી ચોરીને આપ્યો હતો અંજામ
રાજકોટ તા.10
રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલ ઇમીટેશનના કારખાનાનું શટર ઉંચકાવી 2.56 લાખના મુદ્દામાલની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે અને કારખાનાના કર્મચારી અને તેના ત્રણ સાગરીત સહીત ચાર આરોપીઓને દબોચી લઇ 2.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોંટ જુના મોરબી રોડ ઉપર આવેલ સતનામ પાર્કમાં રહેતા અને મોરબી હાઇવે ઉપર ઓવરબ્રિજ નીચે પલ ઇન્ટરનેશનલ નામે ડાયમંડ રોલના મશીનમાં ઇમિટેશન ડાયમંડ રોલ બનાવવાનું કામ કરતા પ્રવીણભાઈ કરશનભાઇ વિરાણી નામના પટેલ વેપારીના કારખાનામાંથી 2.57 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર શૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલ સોનારા, પીએસઆઇ બી ટી ગોહિલ, પીએસઆઇ મોહનભાઇ મહેશ્વરી, , અનિલભાઈ સોનારા, નિલેશભાઈ ડામોર, હરદેવસિંહ રાણા, ઘનશ્યામસિંહ ચૌહાણ, રામભાઈ વાંક, અજીતસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન અનિલભાઈ, ઘનશ્યામસિંહ અને હરદેવસિંહને ખાનગીરાહે હકીકત મળી હતી કે ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચાર ઈસમો મોરબી રોડ લાલપરી સમશાન પાસે ઉભા છે આ બાતમી આધારે દોડી જઈ રવિ પરસોતમભાઇ ભાલુ, સુનિલ રમેશભાઈ ધરજીયા, રાહુલ ઉર્ફે છોટો કિશોરભાઈ મકવાણા અને કિશન મનસુખભાઇ સીતાપરાને ઝડપી લઇ તેમની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી 75 નંગ ડાયમંડ રોલ અને અલગ અલગ ડાયમંડની 6 ડાઇઝ સહીત 2,24,250 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો
પ્રાથમિક તપાસમાં રવિ ભાલુ આ જ કારખાનામાં કામ કરતો હતો અને માલ વધુ પડ્યો હોય તે જોઈને નિયત બગડી હતી સાથીમિત્રોને વાત કરી ચોરીને અંજામ આપ્યો હતો પકડાયેલ ત્રિપુટી પૈકી રાહુલ એક વર્ષ અગાઉ હોમગાર્ડ જવાનનું બાઈક સળગાવવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.