મગફળીમાં ભેળસેળ માટે રબારિકામાં ગોડાઉન ભાડે રાખ્યાનો ઘટસ્ફોટ

  • મગફળીમાં ભેળસેળ માટે રબારિકામાં ગોડાઉન ભાડે રાખ્યાનો ઘટસ્ફોટ

ગ્રામજનો સાથે માથાકૂટ થતાં સંકેલો કરી લીધેલ, ટ્રક નંબરમાં પણ ગોટાળા, સારી મગફળી બારોબાર ઉતારી નબળા માલના ટ્રક પધરાવી દેવાયા રાજકોટ તા,10
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે થયેલ મગફળી કૌભાંડમાં ગઈકાલે નાફેડના અધિકરીઓની પૂછપરછ કરતા પેઢલાના ત્રણ ગોડાઉન પૈકી એક નંબરના ગોડાઉનનું એનએચબીસીનું સર્ટિફિકેટ નહિ હોવાની કબૂલાત આપી છે તેમજ સારી ગુણવતાની મગફળી જે ટ્રકમાં મોકલવામાં આવતી તે ટ્રક અને જે તે જગ્યાએ પહોચાડેલ નબળી ગુણવત્તાવાળી મગફળી ભરેલ ટ્રક પણ અલગ હોવાનું જાણવા મળ્યું છે તે ઉપરાંત ભેળસેળ માટે રબારીકા ગામે રાખેલ ભાડાના ગોડાઉનમાં કોઈ માથાકૂટ થતા એક સપ્તાહમાં ગોડાઉન બંધ કરી દેવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે સરકાર દાવર ખરીદાયેલ ટેકાના ભાવની કરોડો રૂપિયાની મગફળીમાં ધૂળ અને ઢેફાં ભેળસેળ કરી પધરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનામાં એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભરવાડ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે દરમિયાન ગઈકાલે નાફેડ અને ગુજકોટના પાંચ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તેમાં એક અધિકારીએ એવી કબૂલાત આપી હતી કે મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવાડિયાએ પેઢલા ગામે જે ત્રણ ગોડાઉન મગફળી ભરવા માટે ભાડે રાખ્યા હતા તે પૈકી 1 નંબરના ગોડાઉનનું ગઇંઇઈનું એટલે કે નેશનલ હેન્ડલ બલ્ક કોર્પોરેશનનું સરકારનું સર્ટિફિકેટ ન હતું તેમ છતાં આરોપી મગન ઝાલાવડિયાએ કૌભાંડ આચરવા આ ગોડાઉન ભાડે રાખ્યું હતું મગફળી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવડિયાએ પોતાનું ઈરાદો પાર પાડવા માટે પોતાને ખબર હોવા છતાં ગઇંઇઈનું સર્ટિફિકેટ રજૂ કર્યું ન હતું અને કૌભાંડ આચર્યું હતું જયારે મોટી ધણેજ ગામે રાખેલ ગોડાઉનના સંચાલકો દ્વારા જે સર્ટી રજૂ કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત જે ટ્રકમાં મગફળીની હેરાફેરી થતી હતી તે ટ્રક્નું રજીસ્ટર જોતા તેમાં બંને ટ્રકના નંબરમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો ગોડાઉનમાંથી સારી ગુણવત્તાવાળી મગફળી જ્યાં પહોંચાડવાની હોય તે ટ્રક હકીકત ત્યાં પહોંચતો જ ન હતો ત્યાં કોઈ બીજા નંબરનો ટ્રક નબળી ગુણવત્તાવાળી મગફળી ભરીને જતો હતો જેથી સારી મગફળી ભરેલો ટ્રક બીજે ઠાલવી દઈ નબળી મગફળી પધરાવી દેવામાં આવતી હોવાનું ક્રોસ વેરીફીકેશનમાં જાણવા મળ્યું છે જયારે જેતપુર ખાતેથી ભેળસેળ કરવાની કામગીરી કરતા પકડાયેલા મજૂરોને રેગ્યુલર મહેનતાણું જ આપવામાં આવતું હતું તેઓની આ ગુનામાં કોઈ સંડોવણી નહિ હોવાનું ખુલવા પામ્યું છે પરંતુ ગુનામાં ભાગીદાર મૂળુ જૂજીયાને જીતુ અને વિક્રમ સાથે ભાગીદારી હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત રબારીકા ગામે પણ એક ગોડાઉન ભેળસેળ માટે ભાડે રાખવામાં આવ્યું હતું પરંતુ ત્યાં કોઈ કારણોસર માથાકૂટ થતા એક સપ્તાહમાં ગોડાઉન બંધ કરી દેવામાં આવ્યું હતું.