સાવધાન ! ગરીબોનાં પેટ ઠારવા હોટેલ, રેસ્ટોરન્ટમાં ત્રાટકે છે ‘રોબીન હૂડ આર્મી’

  • સાવધાન ! ગરીબોનાં પેટ ઠારવા હોટેલ, રેસ્ટોરન્ટમાં ત્રાટકે છે ‘રોબીન હૂડ આર્મી’
  • સાવધાન ! ગરીબોનાં પેટ ઠારવા હોટેલ, રેસ્ટોરન્ટમાં ત્રાટકે છે ‘રોબીન હૂડ આર્મી’
  • સાવધાન ! ગરીબોનાં પેટ ઠારવા હોટેલ, રેસ્ટોરન્ટમાં ત્રાટકે છે ‘રોબીન હૂડ આર્મી’

 ચાર સભ્યોથી શરૂ થયેલો સેવાયજ્ઞ આજે 125 સભ્યોનું વટવૃક્ષ બન્યો
રાજકોટ, તા. 10
‘ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો’ જેને બે ટકનુ ભોજન મળી રહે છે તે તો ખુશ જ છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે કે જેમને ભોજન નથી મળતુ તો તેવા લોકોનું શું? આવા જ વિચાર સાથે 11 નવેમ્બર 2017 ના રાજકોટમાં રોબીન હૂડ આર્મીની સ્થાપના કરવામાં આવી છે.
4 થી 5 સભ્યોએ શરૂ કરેલા આ ગ્રુપમાં હાલમાં 125 થી વધુ સભ્યો જોડાયેલા છે. જેઓ ભૂખ સામે લડત ચલાવી રહ્યા છે. રોબીન હુડના રોબીન્સ હોટેલ, પાર્ટીમાં વધેલુ ભોજન એકત્ર કરે છે અને બાદમાં જરૂરિયાત મંદોને પૂરૂ પાડવામાં આવે છે. રાજકોટ રોબીન હુડ આર્મીના ગૌરવ અજાગીયાએ જણાવ્યું કે, 11 નવેમ્બરથી શરૂ કરાયેલા આ ગ્રુપમાં હાલ 125 થી વધુ યુવાઓ જોડાયેલા છે. આ ગ્રુપ દ્વારા ફકત 9 મહિનાના ટુંકા ગાળામાં 10 હજારથી વધુ ભુખ્યા લોકોની જઠરાગ્ની ઠારવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું ક્ધટ્રીબ્યુશન લેવામાં આવતુ નથી માત્ર હોટલ, પાર્ટીમાં વધેલુ ભોજન એકત્ર કરે છે અને બાદમાં જરૂરિયાત મંદોને પૂરૂ પાડવામાં આવે છે.
રાજકોટ રોબીન હુડ આર્મીના ગૌરવ અજાગીયાએ જણાવ્યું કે, 11 નવેમ્બરથી શરૂ કરાયેલા આ ગ્રુપમાં હાલ 125 થી વધુ યુવાઓ જોડાયેલા છે. આ ગ્રુપ દ્વારા ફકત 9 મહિનાના ટુંકા ગાળામાં 10 હજારથી વધુ ભુખ્યા લોકોની જઠરાગ્ની ઠારવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું ક્ધટ્રીબ્યુશન લેવામાં આવતુ નથી. માત્ર હોટલ, રેસ્ટોરન્ટ પાર્ટીમાં વધેલુ ભોજન એકત્ર કરી જરૂરિયાતમંદોને પૂરૂ પાડવામાં આવે છે એટલું જ નહી પરંતુ પિઝા પાર્ટી, ચિકી પાર્ટી જેવા આયોજનો પણ કરવામાં આવે છે.
વધુમાં જણાવ્યું કે શહેરના સ્લમ વિસ્તારોમાં છેલ્લા 3 મહિનાથી રોબીન ફૂડ આર્મી એકેડમી શરૂ કરવામાં આવી છે. આ એકેડમી દ્વારા ફ્રી એજયુકેશન આપવામાં આવે છે. ઉપરાંત અમુક એવા બાળકો હોય કે જે ખાનગી શાળામાં જઈ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેઓના એડમીશન કરાવી આપી તેના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રોબીન્સ જ ઉઠાવે છે. દર રવિવારે અલગ અલગ વિસ્તારમાં જઈ બાળકોને ભોજન પુરૂ પાડવામાં આવે છે. ત્યારે 15મી ઓગષ્ટના મિશન મિલીયન અંતર્ગત રાજકોટમાં 2000 થી વધુ જરૂરિયાતમંદોને ભોજન પુરૂ પાડવામાં આવશે. સોશ્યલ મિડીયાથી શરૂ થયેલા આ ગ્રુપમાં જોડાવવા માટે ૂૂૂ.જ્ઞિબશક્ષવજ્ઞજ્ઞમફળિુ.ભજ્ઞળ ફેસબુકમાં રોબીન હુડ આર્મી રાજકોટ અથવા તો ઈન્સ્ટ્રાગ્રામમાં જઈ જોડાઈ શકો છો. ઉપરાંત રોબીનહુડ આર્મી રાજકોટના સંચાલકો ગૌરવ અજાગીયા મો.નં. 88666 60793, વિશાલ રાઠોડ, આદિત્ય ભટ્ટ અને મિત ગોંડલિયાનો સંપર્ક કરી શકો છો.