બનવું’તુ ‘હીરો’, પોલીસે બનાવી દીધા ‘કૂકડા’ !

  • બનવું’તુ ‘હીરો’, પોલીસે બનાવી દીધા ‘કૂકડા’ !

કોલેજોની સામે બાઈકની ધોડી ચડાવી સીન સપાટા નાંખતા રોમિયો પર આજે પોલીસ ‘વિલન’ બની ત્રાટકી હતી. કુંડલિયા કોલેજ, આત્મીય કોલેજ, મહિલા કોલેજ સહિતની કોલેજો આજુબાજુ ડ્રાઈવ કરીને કોલેજિયન યુવતીઓની સામે રોમિયોગીરી કરતા છેલબટાઉના સીન પોલીસે વીંખી નાંખ્યા હતા. પોલીસે આવી રોમિયોને સ્થળ પર જ કૂૂકડા બનાવી ઉઠક-બેઠક કરાવી હતી. ‘હવે આબાજુ કયારેય નહીં દેખાઈએ....માફ કરો’ એવી આજીજી કરતા પોલીસે છોડ્યા હતા. પોલીસને જોઈને કેટલાક રોમિયો દાદા તો મૂઠીયું વાળીને ભાગ્યા હતા. (તસવીર : દિવ્યરાજસિંહ સરવૈયા)