લોધિકાના રાવકીમાં પટેલ-ભરવાડ જૂથ વચ્ચે ધીંગાણું

  • લોધિકાના રાવકીમાં પટેલ-ભરવાડ જૂથ વચ્ચે ધીંગાણું
  • લોધિકાના રાવકીમાં પટેલ-ભરવાડ જૂથ વચ્ચે ધીંગાણું

 2 ઘવાયા : ભરવાડ શખ્સોના ત્રાસ અંગે પટેલ જૂથની એસપીને રજૂઆત
રાજકોટ તા.10
લોધીકા તાલુકાના રાવકી ગામે પટેલ અને ભરવાડ જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલતી અદાવતમાં ધીંગાણું થયું હતું. જેમાં બંને પક્ષે એકએક વ્યકિતને ઇજા થતા સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભરવાડ શખ્સોના ત્રાસ અંગે પટેલ જૂથ દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી હતી. પોલીસમાંથી મળતી વિગત મુજબ લોધીકાના રાવકીમાં રહેતા પટેલ અને ભરવાડ જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલતા ભેલાણના ઝઘડામાં મોડીરાત્રે બંને જૂથ વચ્ચે બઘડાટી સર્જાતા તંગદિલી સર્જાઇ હતી. આ મારામારીમાં કુંરજીભાઇ જીવરાજભાઇ પાનસુરીયા નામના પ0 વર્ષના પટેલ આઘેડ અને સામા પક્ષે ધર્મેશ કુંભાભાઇ મેવાડા (ઉ.વ.રર)ને ઇજા થતા સારવાર અર્થે બંનેને રાજકોટ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમીક પુછતાછમાં ભરવાડ શખ્સોએ દોઢેક વર્ષ પહેલા કુરજીભાઇ પાનસુરીયાની વાડીમાં ભેલાણ કર્યુ હતું. જે અંગે કુરજીભાઇ પાનસુરીયાએ લોધીકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદનો ખાર રાખી અવારનવાર બંને જૂથ વચ્ચે અવારનવાર ચકમક રહ્યા કરે છે. જે ઝઘડાનો ખાર રાખી ભરવાડના ર0 જેટલા શખ્સો કુહાડી, પાઇપ સાથે ધસી આવી હુમલો કરતા બંને પક્ષે બઘડાટી બોલી હતી.
લાંબા સમયથી ભરવાડ શખ્સો ત્રાસ આપી મારકુટ કરતા હોવાની રાવ સાથે પટેલ જૂથ દ્વારા એસ.પી. બલરામ મીણાને રજૂઆત કરવામાં આવી હતી.